ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલ

ભગવાન ‘ક્વોરન્ટાઇન’ રહ્યા બાદ આજે પુરીમાં જગન્નાથ રથયાત્રા શરૂ, કેટલા દિવસે નિજ મંદિરમાં આવશે?

એચડી ન્યૂઝ ડેસ્ક, 27 જુન 2025: Puri Jagannath Rathyatra ઓરિસ્સામાં ભગવાન જગન્નાથની રથયાત્રા આજથી પુરીમાં શરૂ થઈ રહી છે. આ ભવ્ય યાત્રા પુરીના જગન્નાથ મંદિરથી શરૂ થાય છે અને ગુંડીચા મંદિર સુધી જાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન જગન્નાથ વર્ષમાં એકવાર તેમની બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે તેમના કાકીના ઘર ગુંડીચા મંદિરમાં જાય છે. રથયાત્રાના એક દિવસ પહેલા, હજારો ભક્તો મંદિરના સિંહ દ્વાર પર પહોંચ્યા હતા અને રત્ન બેદી (ગર્ભગૃહમાં પવિત્ર પ્લેટફોર્મ) પર ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથના નવજૌવન દર્શન (યુવાન સ્વરૂપ) કર્યા. કેટલા દિવસ બાદ ભગવાન પરત ફરતે તે અને તેમનો નગરચર્યાનો શું કાર્યક્રમ રહેશે તે વાંચો.

રથયાત્રા દરમિયાન ઘણી ધાર્મિક વિધિઓ, સમારંભ

રથયાત્રા કુલ ૧૨ દિવસ ચાલશે અને ૮ જુલાઈ, ૨૦૨૫ના નીલાદ્રી વિજયા સાથે સમાપ્ત થશે, જ્યારે ભગવાન તેમના મૂળ મંદિરમાં પાછા ફરશે. રથયાત્રાનું આયોજન ૧૨ દિવસ માટે કરવામાં આવે છે. તેની તૈયારીઓ મહિનાઓ અગાઉથી શરૂ થઈ જાય છે. આ રથયાત્રા દરમિયાન ઘણી ધાર્મિક વિધિઓ, સમારોહ અને વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

૧૧ જૂને સ્નાન વિધિ પછી જાહેર દર્શન બંધ

૧૧ જૂને સ્નાન વિધિ પછી ભગવાન જન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાના જાહેર દર્શન બંધ કરવામાં આવ્યા હતા. જગન્નાથ મંદિર વહીવટ (SJTA) ના એક અધિકારીના જણાવ્યા અનુસાર, મંદિર સવારે ૮ થી ૧૦.૩૦ વાગ્યા સુધી નવજોવન દર્શન માટે ભક્તો માટે ખુલ્લું હતું. તેમણે કહ્યું કે ભગવાન જન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રા નવજોવન બેશા પર ખાસ યુવા વસ્ત્ર પહેરે છે. આ વિધિ ભગવાન જગન્નાથના કાયાકલ્પની ઉજવણી માટે કરવામાં આવે છે. આ દિવસે મૂર્તિઓની આંખો પર રંગ કરવામાં આવે છે, તેથી આ દિવસને નેત્ર ઉત્સવ (આંખ ખોલવાનો ઉત્સવ) પણ કહેવામાં આવે છે.

ભગવાન શા માટે થાય છે ક્વોરન્ટાઇન

જગન્નાથ સંસ્કૃતિના સંશોધક ભાસ્કર મિશ્રાના જણાવ્યા અનુસાર, એવું માનવામાં આવે છે કે સ્નાન વિધિ પછી દેવતાઓ બીમાર પડતાં ભક્તો સમક્ષ દેખાતા નથી. રથયાત્રા પહેલા તેઓ એક પખવાડિયા સુધી અનસાર ઘર (આઇસોલેશન રૂમ) માં ક્વોરેન્ટાઇનમાં રહે છે.

રથ ખાડામાંથી બહાર કાઢવામાં આવે

SJTA ના મુખ્ય વહીવટીતંત્ર અરબિંદ પાધીના જણાવ્યા અનુસાર, “નબજોબન દર્શન પૂર્ણ થયા પછી, અમને આશા છે કે રથયાત્રા સરળતાથી ચાલશે.” બપોરે રથ ખાડામાંથી બહાર કાઢવામાં આવશે. રથોને પાર્ક કરવાની વિધિ કરવામાં આવશે. ત્રણ લાકડાના રથો તાલધ્વજ (ભગવાન બલભદ્રનો રથ), દેવી સુભદ્રાનું દેવદલન અને ભગવાન જગન્નાથનો રથ નંદીઘોષનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે અને તે રોડ પર આગળ વધવા માટે તૈયાર છે.

CCTV સર્વેલન્સ સિસ્ટમ સંપૂર્ણપણે AI આધારિત

ADG ટ્રાફિક દયાલ ગંગવારે આજથી શરૂ થતી રથયાત્રા વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ વર્ષે, એક સંકલિત કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યું છે, જ્યાં અમારી પાસે CCTV સર્વેલન્સ સિસ્ટમ છે જે સંપૂર્ણપણે AI આધારિત છે. અમને સમગ્ર પુરી શહેરમાંથી ટ્રાફિક અને પાર્કિંગ સંબંધિત તમામ માહિતી મળે છે. તમામ વિભાગોના પ્રતિનિધિઓને જાણ કરવામાં આવી છે અને અમે એક વોર રૂમ પણ સ્થાપિત કર્યો છે.

જગન્નાથ રથયાત્રા 2025 સમયપત્રક :

27 જૂન : રથયાત્રા શરૂ, પુરીના રાજા દ્વારા ‘છેરા પંહરા’ ની વિધિ
ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા ત્રણ અલગ અલગ ભવ્ય રથો પર પુરીના જગન્નાથ મંદિરથી નીકળે છે અને ગુંડીચા મંદિર તરફ પ્રયાણ, હજારો ભક્તો ભારે દોરડાથી આ રથોને ખેંચે છે. રથમાં ચઢતા પહેલા, પુરીના રાજા ‘છેરા પંહરા’ ની વિધિ કરે છે, જેમાં તેઓ સોનાના સાવરણીથી રથના પ્લેટફોર્મને સાફ કરે છે.

1 જુલાઈ: હેરા પંચમી
ભગવાન ગુંડિચા મંદિરમાં પાંચ દિવસ વિતાવે છે, ત્યારે પાંચમા દિવસે દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને ભગવાન જગન્નાથને મળવા આવે છે. આ વિધિને હેરા પંચમી કહેવામાં આવે છે.
4 જુલાઈ : સાંજના ખાસ દર્શન
ગુંડિચા મંદિરમાં ખાસ દર્શનનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે ભક્તો ભગવાન જગન્નાથની પૂજા કરે છે.
5 જુલાઈ: બહુડા યાત્રા
ભગવાન જગન્નાથ તેમના ભાઈ અને બહેન સાથે રથ પર જગન્નાથ મંદિરમાં પાછા ફરે છે. આ પરત યાત્રાને બહુડા યાત્રા કહેવામાં આવે છે. રસ્તામાં, તેઓ મૌસીમા મંદિર (અડધા રસ્તે) રોકાય છે, જ્યાં તેમને ઓડિશાની ખાસ મીઠાઈ ‘પોડા પીઠા’ ચઢાવવામાં આવે છે.
6 જુલાઈ: સુના બેશા શણગાર
આ દિવસે, ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાને સોનાના આભૂષણોથી શણગારવામાં આવે છે. આ એક ખૂબ જ ભવ્ય શણગાર છે જેને જોવા માટે હજારો ભક્તો ઉમટી પડે છે.
7 જુલાઈ: અધારા પણા
દેવતાઓને એક ખાસ મીઠાઈ ‘અધારા પણા’ ચઢાવવામાં આવે છે, જે મોટા માટીના વાસણોમાં તૈયાર કરવામાં આવે છે. તેમાં પાણી, દૂધ, પનીર, ખાંડ અને કેટલાક પરંપરાગત મસાલા ભેળવવામાં આવે છે.
8 જુલાઈ: નીલાદ્રી વિજય (નિષ્કર્ષ)
આ રથયાત્રાનો છેલ્લો અને સૌથી ભાવનાત્મક દિવસ છે. આ દિવસે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા તેમના મુખ્ય મંદિરમાં પાછા ફરે છે અને ગર્ભગૃહમાં ફરીથી સ્થાપિત થાય છે. આને ‘નીલાદ્રિ વિજય’ કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે – “નીલાચલ (પુરી) પર ફરીથી વિજય”.

આ પણ વાંચો: આજે કચ્છી નવું વર્ષ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ નરેન્દ્ર મોદીની કચ્છના પ્રવાસનની કઇ જૂની પરંપરા જાળવશે?

આ પણ વાંચો:જય જગન્નાથ: ૧૪૮મી રથયાત્રા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કરી મંગળા આરતી

Back to top button