વિધાનસભા ચૂંટણીઃ TMC એ બંગાળની તમામ બેઠક પર ઉમેદવારોની કરી જાહેરાત, ભવાનીપુરથી લડશે મમતા બેનર્જી

West Bengal Election 2026: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પ્રમુખ મમતા બેનર્જીએ મંગળવારે (17 માર્ચ) એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આગામી વિધાનસભા ચૂંટણી માટે પક્ષના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. મમતાએ સ્પષ્ટ કર્યું કે તેમની પાર્ટી 291 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે બાકીની 3 બેઠકો તેમના સહયોગી પક્ષ ‘ભારતીય ગોરખા પ્રજાતાંત્રિક મોરચા’ (BGPM) માટે છોડવામાં આવી છે.
ભાજપ અને એજન્સીઓના ઉપયોગ પર સવાલ
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મમતા બેનર્જીએ ભાજપ પર આકરા પ્રહાર કરતા પૂછ્યું, “તમે આટલા ડરેલા કેમ છો? તમે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને અને લાખો બહારના લોકોને લાવીને અમારી સામે લડી રહ્યા છો. હું ભાજપને અપીલ કરું છું કે આ લડાઈ રાજકીય રીતે લડવામાં આવે.”
ચૂંટણી પંચ નિશાના પર
મમતાએ ચૂંટણી પંચની કામગીરી પર પણ શંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, પંચ ભાજપના ઈશારે રમત રમી રહ્યું છે. નોટિફિકેશન પહેલા જ DGP અને SP જેવા ઉચ્ચ અધિકારીઓની બદલી કરવા પર તેમણે સવાલ ઉઠાવ્યા. તેમણે આરોપ લગાવ્યો કે શું ઈદ પહેલા રમખાણો ભડકાવવાનું કોઈ કાવતરું છે? ભલે ગમે તેટલા અધિકારીઓ બદલાય, તે બધા અમારા જ છે અને આ વખતે ભાજપ પાસે કોઈ તક નથી.
Under the leadership of our Hon’ble Chairperson Smt. @MamataOfficial, and the guidance of National General Secretary Shri @abhishekaitc and State President Shri Subrata Bakshi, we are pleased to announce the full list of candidates for the upcoming West Bengal Legislative… pic.twitter.com/KOXzZ29YXz
— All India Trinamool Congress (@AITCofficial) March 17, 2026
બંગાળી અસ્મિતાની લડાઈ અને બેઠકોનો દાવો
મમતાએ આ ચૂંટણીને બંગાળના અસ્તિત્વની લડાઈ ગણાવી છે. તેમણે દાવો કર્યો છે કે, TMC 226 થી વધુ બેઠકો જીતીને બહુમતી સાથે સત્તામાં વાપસી કરશે. ભાજપની બેઠકોમાં મોટો ઘટાડો થશે. બહારથી હથિયારો અને લોકો લાવીને બંગાળનું અપમાન કરવામાં આવી રહ્યું છે. આ જાહેરાત સાથે જ પશ્ચિમ બંગાળમાં ચોથી વખત સત્તા મેળવવા માટે TMC અને મુખ્ય વિરોધ પક્ષ ભાજપ વચ્ચે જંગના મંડાણ થઈ ગયા છે.
આ પણ વાંચોઃ ઈઝરાયલે કર્યો ઈરાનના સૌથી શક્તિશાળી બાસિજ દળના કમાન્ડર ગુલામ રઝા સુલેમાનીના મોતનો દાવો
આ પણ વાંચોઃ “દેશમાં LPG સંકટ ખુદ નથી આવ્યું, PM મોદી લાવ્યા છે”, AAP સાંસદનો મોદી સરકાર પર ગંભીર આરોપ
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












