ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

બનાસકાંઠામાં મોડી રાતથી ધોધમાર વરસાદ, ખેડૂતોના પાકની પથારી ફરી જશે

અમદાવાદ, 27 ઓક્ટોબર 2025: હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતાં રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠાના દાંતા-હડાદ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે, અંબાજીમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, બીજી તરફ હડાદના ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે કપાસ, બાજરીના પાકને નુકસાન થવાની સંભાવના છે, મહત્વનું છે કે, ફકત બનાસકાંઠા નહી સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

હાલમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, એક તરફ ખેડૂત શિયાળુ પાક લેવાની તૈયારી કરી રહ્યો છે, ત્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પડયા પર પાટુ જેવી સ્થિતિનું સર્જન થયું છે, બનાસકાંઠા જિલ્લામાં મગફળીની ખેતી કરવામાં આવે છે અને ખેડૂતોનું કહેવું છે કે, મગફળીના પાકને નુકસાન થઈ રહ્યું છે, અને કમોસમી વરસાદના કારણે જે નુકસાન થયું છે તેમાં સરકાર ખેડૂતોને મદદ કરે તેવી માગ પણ ઉઠી છે, ત્યારે આ કમોસમી વરસાદ હવે બંધ થાય તેવી પ્રાર્થના ખેડૂતો કરી રહ્યાં છે.

Back to top button