ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

રંગબેરંગી કપડાં પહેરવાને મનની ખુશી સાથે સંબંધ? શું છે ડોપામાઈન ડ્રેસિંગ ટ્રેન્ડ?

  • આ વાત કલર સાઈકોલોજીમાં સાબિત થયેલી છે કે કલરની માણસની શારીરિક અને ભાવનાત્મક પ્રતિક્રિયાઓ પર અસર પડે છે. તેના કારણે વ્યક્તિ આખો દિવસ ખુશ અને ઉર્જાવાન પણ રહી શકે છે. આ જ કારણ છે કે હાલમાં ડોપામાઈન ડ્રેસિંગ ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

તમે કદી વિચાર્યું છે કે તમે બજારમાં કોઈ ખાસ વસ્તુ તરફ જ કેમ આકર્ષિત થાવ છો? કેમકે રંગોને મન અને ભાવનાઓ સાથે ઊંડો સંબંધ છે, જે આપણા નિર્ણયને પણ પ્રભાવિત કરે છે. સ્ટ્રીટ ફૂડની વાત જ લઈ લો. કોઈ લારી કે ખુમચો લઈને ઉભેલા લોકો સૌથી વધુ લાલ રંગનો ઉપયોગ કરે છે. કેમકે લાલ રંગ ભૂખ વધારે છે. મેકડોનાલ્ડને પણ જાણ છે કે પીળો રંગ તમને બર્ગર ખરીદવા મજબૂર કરશે જ. આ રીતે રંગો તમારા નિર્ણયને પણ પ્રભાવિત કરે છે. આ વાત કલર સાઈકોલોજીમાં સાબિત થયેલી છે  કે કલરની માણસની શારીરિક અને ભાવનાત્મક પ્રતિક્રિયાઓ પર અસર પડે છે. જે તેમનું વર્તન અને સ્વભાવ નક્કી કરે છે. તેના કારણે વ્યક્તિ આખો દિવસ ખુશ અને ઉર્જાવાન પણ રહી શકે છે. આ જ કારણ છે કે હાલમાં ડોપામાઈન ડ્રેસિંગ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તો તમે પણ એવા કપડા તમારા વોર્ડરોબમાં સામેલ કરો જે તમારી અંદર ડોપામાઈન હોર્મોનનો સ્ત્રાવ વધારી દે અને તમે ખુશમિજાજ અનુભવી શકો.

રંગબેરંગી કપડા પહેરવાને મનની ખુશી સાથે સંબંધ? શું છે ડોપામાઈન ડ્રેસિંગ ટ્રેન્ડ? hum dekhenge news

શું છે ડોપામાઈન?

ડોપામાઈન આપણા મગજમાં રહેલું એ હોર્મોન છે જે આપણને ખુશીનો અનુભવ કરાવે છે. તેને હેપ્પી હોર્મોન પણ કહે છે. તે એક મેસેન્જરની જેમ કામ કરે છે, જે મગજને કહે છે કે તે ખુશ છે અને તેનો મૂડ સારો છે. ડોપામાઈન નિર્ણય લેવાની ક્ષમતાને પણ પ્રભાવિત કરે છે. આ હોર્મોન ખૂબ નાની નાની વાતોથી પ્રભાવિત થાય છે, જેમકે ભોજન, મ્યૂઝિક, ઊંઘ, એક્સર્સાઈઝ અને કલર. આ કારણે જ ડોપામાઈન ડ્રેસિંગનો ટ્રેન્ડ શરૂ થયો છે. તે ભાગતી દોડતી જિંદગીમાં તણાવને ઘટાડશે અને તમને સારી અનુભૂતિ કરાવશે. તેના કારણે તમારું પ્રદર્શન પણ સુધરશે.

આ રીતે પસંદ કરો ડોપામાઈન કપડાં

ડોપામાઈન કપડાં પસંદ કરતી વખતે તમારે વધુ મહેનત કરવાની જરૂર નહીં પડે. તમારે માત્ર કલર અને પ્રિન્ટનું ધ્યાન રાખવાનું છે.

રંગબેરંગી કપડા પહેરવાને મનની ખુશી સાથે સંબંધ? શું છે ડોપામાઈન ડ્રેસિંગ ટ્રેન્ડ? hum dekhenge news

વાઈબ્રન્ટ કલર સામેલ કરો

બની શકે કે તમને નેચરલ અને હળવા રંગો જ પસંદ હોય, પરંતુ તમે તમારી પસંદગીનો ખ્યાલ રાખીને થોડા ચટકીલા ભડકીલા રંગો પસંદ કરી શકો છો. તમે લાલ, લીલા, પીળા, લીલા કે નિયોન વસ્ત્રોને પસંદ કરી શકો છો.

પ્રિન્ટ અને પેટર્નનું રાખો ધ્યાન

તમે કપડામાં વાઈબ્રન્ટ પ્રિન્ટ પણ સામેલ કરી શકો છો. તેમાં ફ્લોરલ પ્રિન્ટ, સ્ટ્રાઈપ કે જ્યોમેટ્રિક પેટર્નવાળી પ્રિન્ટના કપડા પહેરી શકો છો.

ફેબ્રિક પર ધ્યાન આપો

કપડાના રંગ અને પ્રિન્ટ ઉપરાંત તમે ફેબ્રિક પર પણ ખાસ ધ્યાન આપી શકો છો. એવા ફેબ્રિકની પસંદગી કરો જે તમને એલિગન્ટ અનુભૂતિ કરાવે, જેમકે લિનન, સિલ્ક, સાટિન. ગરમીમાં હળવા મુલાયમ કપડા પહેરો જેમકે જોર્જટ, શિફોન, સાટિન

આ પણ વાંચોઃ સોનાએ ઐતિહાસિક સપાટી કૂદાવી, થોડાક દિવસોમાં ભાવ પહોંચશે રૂ. 1 લાખને પાર

Back to top button