રાજકોટમાં રૂપાલા અને પરેશ ધાનાણી વચ્ચે જંગ, પેટા ચૂંટણીના પણ ઉમેદવાર જાહેર
નવી દિલ્હી, 14 એપ્રિલ : લોકસભા ચૂંટણી અને વિધાનસભા પેટા ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસે ઉમેદવારની વધુ એક યાદી જાહેર કરી છે. જેમાં રાજકોટની ચર્ચાસ્પદ બેઠક ઉપર ભાજપના રૂપાલા સામે કોંગ્રેસે પરેશ ધાનાણીને ઉતાર્યા છે હવે અહીં રસપ્રદ જંગ થવાની શકયતા છે. આ ઉપરાંત પાંચ વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર પણ જાહેર કરવામાં આવ્યા છે.
જુઓ લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવારની યાદી
કોંગ્રેસના ઉમેદવારનો પરિચય
- હિંમતસિંહ પટેલ
પૂર્વ મેયર(૨૦૦૦-૦૩), પૂર્વ ધારાસભ્યશ્રી બાપુનગર વિધાનસભા.
• હાલ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી
• કાર્યકારી પ્રમુખશ્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ હતા.
• ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલનાં વાઇસ ચેરમેન.
• યુથ કોંગ્રેસ પ્રમુખશ્રી
• ચાર ટર્મ કાઉન્સિલર
ઉંમર: ૬૨
અભ્યાસ: એસ.એસ.સી
- પરેશ ધાનાણી
પૂર્વ વિપક્ષનેતા(૨૦૧૮), પૂર્વ ધારાસભ્યશ્રી અમરેલી, ઉપદંડક વિધાનસભા (૨૦૦૪-૦૭)
• પાટીદાર યુવાન ચહેરો.
• યુવાન વયે વિધાનસભા સભ્ય રહ્યાં.
•કાર્યકારી પ્રમુખશ્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ
• અમરેલી યુવક કોંગ્રેસથી કારકિર્દી શરૂ કરી.
ઉંમર: ૪૮
અભ્યાસ: બી.કોમ
- નૈષદભાઈ દેસાઈ
• સ્વતંત્રતા સેનાની પરિવારમાંથી આવે છે.
• શ્રમિકો માટે સતત લડતા વ્યક્તિ, ઇનટુક પ્રેસિડેન્ટ તરીકે વર્ષો સુધી સેવારત હતા.
• વરિષ્ઠ પ્રવકતાશ્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ
અભ્યાસ:એમ.એ, એલ,એલ,બી (વકીલ)
ઉંમર: ૬૮
- રામાજી ઠાકોર
ઠાકોર સમાજનો યુવાન ચેહરો.
મહેસાણા જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખશ્રી તરીકે જવાબદારી નિભાવી ચૂકયા છે.