ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

લોકસભા ચૂંટણી: ભાજપે 9 ઉમેદવારોની 10મી યાદી જાહેર કરી, 5 સાંસદોનું પત્તું કપાયું

Text To Speech

નવી દિલ્હી, 10 એપ્રિલ: ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોનું 10મું લિસ્ટ જાહેર કરી દીધું છે. એમાં 9 ઉમેદવારોનાં નામ આપેલા છે. આશ્ચર્યજનક વાત છે કે ભાજપાએ આસનસોલ બેઠક ઉપર નવો ઉમેદવાર જાહેર કર્યો છે. પહેલા આ બેઠક ઉપરથી ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર પવનસિંહને ટિકિટ આપવામાં આવેલ હતી. પરંતુ તેઓએ ચૂંટણી લડવાની ના પાડી હતી. હવે તેમની જગ્યાએ એસ એસ આહલુવાલીયાને ટિકિટ આપવામાં આવેલી છે. આ સિવાય ચંડીગઢથી કિરણ ખેર અને પ્રયાગરાજથી રીટા બહુગુણા જોશીને આ વખતે ટિકિટ આપવામાં નથી આવી. આ બેઠકો ઉપર ભાજપએ નવા ઉમેદવારોને તક આપી છે.

ભાજપાના રાષ્ટ્રીય મહાસચિવ તથા મુખ્યાલય પ્રભારી અરુણ સિંહે બીજેપી ઉમેદવારોનું 10મું લિસ્ટ જાહેર કર્યું છે. ચંડીગઢથી હાલનાં સાંસદ કિરણ ખેરને ટિકિટ આ વખતે આપવામાં આવી નથી. તેમની જગ્યાએ ભાજપાએ સંજય ટંડનને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ સિવાય ઇલાહાબાદ લોકસભા બેઠક ઉપર પણ બીજેપીએ આ વખતે ઉમેદવારો બદલ્યા છે. રીટા બહુગુણા જોશી અહીંથી બીજેપીના હાલના સાંસદ છે, પરંતુ ભાજપાએ આ વખતે નીરજ ત્રિપાઠીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ લોકસભા બેઠકે દેશને ઘણા પ્રધાનમંત્રી આપ્યા છે.

 

આસનસોલથી બદલાયા ઉમેદવાર

પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા બેઠક ઉપર સૌની નજર હતી. ભાજપે પહેલા અહીંથી ભોજપુરી ફિલ્મોનાં સુપરસ્ટાર પવનસિંહને પોતાના ઉમેદવાર બનવાની ઘોષણા કરી હતી, પરંતુ પવનસિંહે ચૂંટણી લડવાની જ ના પાડી દીધી જેના પરિણામે ભાજપે આ બેઠક ઉપર પોતાના ઉમેદવાર બદલવા પડયા છે. બીજેપી તરફથી જાહેર કરવામાં આવેલી 10મી સૂચિમાં એસએસ આહલુવાલીયાને આસનસોલ લોકસભા બેઠક ઉપરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: PM મોદી ગુજરાતમાં ચૂંટણી સભાઓ ગજવશે, રાજ્યના ચારેય ઝોનમાં રોડ-શોનું આયોજન

Back to top button