ટ્રેન્ડિંગમનોરંજન

War 2નું ટીઝર રીલીઝ, ઋત્વિક અને Jr NTR ફુલ ઓન એક્શન મોડમાં

  • 20 મે, YRF ના સ્પાય યુનિવર્સનો ભાગ, આ ફિલ્મ 2019 ના બ્લોકબસ્ટર વોરની સિક્વલ છે અને તેમાં ઋતિક રોશને કમબેક કર્યુ છે

મુંબઈઃ સાઉથ અભિનેતા જુનિયર NTR આજે (20 મે) પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે યશરાજ ફિલ્મ્સે તેની આગામી સ્પાય થ્રિલર ફિલ્મ War 2નું ટીઝર રિલીઝ કર્યું છે. ફિલ્મમાં, જુનિયર એનટીઆર અને ઋતિક રોશનની ધમાકેદાર જોડી સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળે છે.

YRF ના સ્પાય યુનિવર્સનો ભાગ, આ ફિલ્મ 2019 ના બ્લોકબસ્ટર વોરની સિક્વલ છે અને તેમાં ઋતિક રોશને કમબેક કર્યુ છે. ટીઝરમાં ઋત્વિક અને એનટીઆર વચ્ચેનો એક એપિક બેટલ બતાવવામાં આવશે જેણે ચાહકોને ખૂબ જ ઉત્સાહિત કર્યા છે. આ વખતે ફિલ્મમાં કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં છે. ટીઝરમાં અભિનેત્રીનો બિકીની લુક ધૂમ મચાવી રહ્યો છે. જોકે તેની ભૂમિકા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

આ ફિલ્મમાં કબીરનું પાત્ર ઋતિક રોશન ભજવી રહ્યો છે. જ્યારે NTR ખલનાયકની ભૂમિકામાં છે. બંને વચ્ચેનો સામ-સામેનો મુકાબલો અને રોમાંચક એક્શન અવતાર ફિલ્મને રસપ્રદ બનાવે છે. આ ફિલ્મમાં કિયારા ઋત્વિકની પ્રેમિકાના રોલમાં જોવા મળશે. ટીઝરમાં માસ લેવલ એક્શન જોવા મળશે. તેનું દિગ્દર્શન અયાન મુખર્જી દ્વારા કરવામાં આવ્યું છે.

War 2આ વર્ષે 14 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, જે હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે. યશરાજ ફિલ્મ્સની સ્પાઈ યુનિવર્સની આ છઠ્ઠી ફિલ્મ છે. આ પહેલા યશરાજે સલમાન-કેટરિના સ્ટારર ફિલ્મ ‘એક થા ટાઈગર’ થી સ્પાઈ યુનિવર્સની શરૂઆત કરી હતી. આ ઉપરાંત ‘ટાઈગર ઝિંદા હૈ’, ‘વોર’, ‘પઠાણ’ અને ‘ટાઈગર 3’ રિલીઝ થઈ ચૂકી છે.

આ પણ વાંચોઃ ગુજરાતઃ વર્ષો સુધી લિવ-ઈનમાં રહ્યા બાદ એક જ મંડપ નીચે 2 છોકરીઓ સાથે લગ્ન!

Back to top button