ટ્રેન્ડિંગવર્લ્ડ

શું પુતિન 150 વર્ષ સુધી જીવશે? રશિયન વૈજ્ઞાનિકો બનાવી રહ્યા છે દુનિયાની પહેલી ‘એન્ટી-એજિંગ’ દવા

Vladimir Putins Quest for Immortality: રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ઉંમર વધારતી નવી દવાઓ પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે. 73 વર્ષીય પુતિને તાજેતરમાં જ દાવો કર્યો હતો કે માણસ 150 વર્ષ સુધી જીવી શકે છે. હવે રશિયાના વિજ્ઞાન અને શિક્ષણ મંત્રી ડેનિસ સેકિરીન્સ્કીએ દાવો કર્યો છે કે તેમના દેશના વૈજ્ઞાનિકો વિશ્વની પ્રથમ એવી જીન થેરાપી દવા બનાવી રહ્યા છે જે વૃદ્ધ થવાની પ્રક્રિયાને રોકી શકે છે.

શું છે આ ‘RAGE’ જીન અને તે કેવી રીતે કામ કરશે?

વૈજ્ઞાનિકોના મતે, શરીરમાં RAGE (રીસેપ્ટર ફોર એડવાન્સ્ડ ગ્લાયકેશન એન્ડપ્રોડક્ટ્સ) નામનું જીન હોય છે જે કોષોને વૃદ્ધ બનાવવાનું કામ કરે છે. રશિયન વૈજ્ઞાનિકો આ જીનને બ્લોક કરવા માટે જીન થેરાપી વિકસાવી રહ્યા છે. જો આ જીન સક્રિય થતા અટકી જાય, તો કોષો લાંબા સમય સુધી યુવાન રહી શકે છે. આ સંશોધન ‘બાયોલોજી ઓફ એજિંગ એન્ડ મેડિસિન ઇન્સ્ટિટ્યૂટ’ માં ચાલી રહ્યું છે.

પુતિન અને શી જિનપિંગ વચ્ચેની ‘અમરત્વ’ની વાતચીત

એવું કહેવાય છે કે પુતિન માત્ર 150 વર્ષ સુધી જીવવા માગતા નથી, પરંતુ તેઓ અંગોના વારંવાર ટ્રાન્સપ્લાન્ટ દ્વારા કાયમ યુવાન દેખાવા ઈચ્છે છે. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની તેમની એક ખાનગી વાતચીત લીક થઈ હતી જેમાં તેઓ લાંબા આયુષ્ય વિશે ચર્ચા કરી રહ્યા હતા. વિવેચકો માને છે કે પુતિન દાયકાઓ સુધી સત્તામાં રહેવા માંગે છે અને ત્યારબાદ તેમના ૧૧ વર્ષના પુત્ર ઇવાન સ્પિરોડોનોવને સત્તા સોંપવાની યોજના ધરાવે છે.

વૈજ્ઞાનિકો પર દબાણ અને નેશનલ મિશન

પુતિને રશિયન વૈજ્ઞાનિકોને આદેશ આપ્યો છે કે ઉંમર વધતી અટકાવવા અંગેના તમામ સંશોધનો તાત્કાલિક સરકારને સોંપવામાં આવે. પુતિને 2030 સુધીમાં 1.75 લાખ લોકોના જીવ બચાવવા માટે એક ‘નેશનલ મિશન’ શરૂ કર્યું છે. પુતિનની પુત્રી મારિયા વોરોન્ત્સોવા, જે પોતે એન્ડોક્રિનોલોજિસ્ટ છે, તે પણ આ રિસર્ચમાં સામેલ હોવાનું મનાય છે.

જોકે, ગયા વર્ષે પુતિનના એન્ટી-એજિંગ ગુરુ પ્રોફેસર વ્લાદિમીર ખાવિન્સનનું ૭૭ વર્ષની વયે અવસાન થતા તેમને મોટો ફટકો પડ્યો છે. હવે આખી દુનિયાની નજર રશિયા પર છે કે શું તેઓ ખરેખર ઉંમર વધારવાની દુનિયાની પહેલી સફળ દવા બનાવી શકશે કે નહીં.

આ પણ વાંચોઃ અક્ષય કુમારની 13 વર્ષની પુત્રી પાસેથી ન્યૂડ ફોટા માંગનાર વ્યક્તિની ધરપકડ, 1 વર્ષ બાદ ઝડપાયો આરોપી

આ પણ વાંચોઃ “BJP અને RSS દેશમાં નફરત ફેલાવે છે….”, બંગાળમાં બોલ્યા રાહુલ ગાંધી

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button