5 વર્ષથી એક જ મોબાઇલ નંબરનો ઉપયોગ કરો છો? તમારી હકીકત ખોલી દેશે આ વાઇરલ વીડિયો!

નવી દિલ્હી: 16 નવેમ્બર, 2025: જરા વિચારો, એક એવો મોબાઈલ નંબર… જેને આપણે રોજ વાપરીએ છીએ, કોલ કરીએ છીએ, OTP લઈએ છીએ, WhatsApp ચલાવીએ છીએ… શું તે આપણા વ્યક્તિત્વ વિશે કંઈક કહી શકે છે? સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી એક 31 સેકન્ડની રીલ આવો જ દાવો કરે છે અને નવાઈની વાત એ છે કે લાખો લોકો આ વીડિયો જોઈને પોતાને આમાં ફીટ બેસતા અનુભવી રહ્યા છે. આ જ કારણ છે કે આ વીડિયો માત્ર વાઇરલ જ નથી થયો, પણ લોકોને પોતાના મોબાઈલ નંબર સાથે જોડાયેલી યાદો પણ તાજી કરાવી રહ્યો છે.
શું છે વાઇરલ વીડિયો?
આ વીડિયો કારની અંદરથી શૂટ કરવામાં આવ્યો છે, જેમાં સામે સ્પષ્ટ રસ્તો અને ટ્રાફિક દેખાય છે. તેના પર લખેલું આવે છે, ‘5 વર્ષ એક જ મોબાઈલ નંબર…5 ફેક્ટ.’ બેકગ્રાઉન્ડ વૉઇસ કહે છે, ‘જો તમે છેલ્લા 5 વર્ષથી એક જ નંબર યુઝ કરી રહ્યા છો, તો આ તમારા વિશે 5 વાતો જણાવે છે.’
5 साल एक ही मोबाइल नंबर
5 FACT..!!🚫 pic.twitter.com/eXHbilMTLz
— l ꙰अक्ष 🦋 (@aksh__44) April 20, 2025
આ છે 5 ‘વ્યક્તિત્વના ફેક્ટ્સ’
વાઇરલ વીડિયોમાં 5 વર્ષથી એક જ નંબર વાપરતા લોકોના વ્યક્તિત્વ વિશે આ પાંચ દાવા કરવામાં આવ્યા છે કે,
- તમારા પર કોઈ કોર્ટ-કચેરી કે પોલીસ કેસ નથી.
- તમે શરીફ છો અને તમારા પાર્ટનર પ્રત્યે પ્રમાણિક છો.
- તમારા પર કોઈ કરજ કે બાકી ઉધાર નથી.
- તમે લફડેબાજ નથી અને સમાજમાં તમારી ઈમેજ સારી છે.
- તમે જવાબદાર અને ભરોસાપાત્ર વ્યક્તિ છો.
યુઝર્સની યાદો થઈ તાજી
લોકોને આ વાતો એટલી રિલેટેબલ લાગી કે કમેન્ટ સેક્શનમાં તેઓ પોતે જ પોતાની મોબાઈલ હિસ્ટ્રી જણાવવા લાગ્યા.
- @aksh_44 દ્વારા 20 એપ્રિલે X પર પોસ્ટ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 1.8 લાખથી વધુ વ્યૂઝ અને 37 હજાર લાઈક્સ મળી ચૂક્યા છે.
- એક યુઝરે લખ્યું, “15 વર્ષથી એ જ નંબર છે…પાપાએ 12મામાં અપાવ્યો હતો.”
- બીજી કમેન્ટ આવી, “મારી પાસે 21 વર્ષથી એ જ નંબર છે, ક્યારેય બદલ્યો જ નથી.”
કોઈએ 10 વર્ષ કહ્યા, તો કોઈએ 5-15 વર્ષ… એટલે કે, લોકોની મોબાઈલ-નંબર સ્ટોરીઝ પણ કોઈ નોસ્ટાલ્જિક ડાયરીથી ઓછી નથી. શું તમને પણ લાગે છે કે એક નંબર વ્યક્તિની ટેવો, સ્થિરતા અને જવાબદારી બતાવી શકે છે? કે પછી આ માત્ર સોશિયલ મીડિયાનું મજેદાર લોજિક છે?
આ પણ વાંચોઃ Viral Video: સિંહે શિકાર માટે જિરાફ પર કર્યો હુમલો, જિરાફે લાત મારીને બચાવ્યો જીવ
આ પણ વાંચોઃ રાજસ્થાનના જોધપુરમાં અકસ્માત, ગુજરાતના 6 યાત્રાળુઓના મોત












