ટ્રેન્ડિંગમનોરંજન

નફરત ફેલાવી રહી છે ધુરંધર 2? તમિળ ડિરેક્ટરે સાધ્યુ નિશાન, નોટબંધી વિશે કરી મોટી વાત

Dhurandhar 2: જાણીતા સાઉથ ઈન્ડિયન ફિલ્મમેકર વેત્રિમારન ફરી એકવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં આવ્યા છે. શ્રીલંકાના ગૃહયુદ્ધ પર આધારિત ફિલ્મ ‘નીલીરા’ના ટ્રેલર લોન્ચ પ્રસંગે તેમણે સ્ટેજ પરથી પ્રોપેગેન્ડા ફિલ્મોની કડક ટીકા કરી હતી. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા મુજબ, તેમનો આ ઈશારો આદિત્ય ધર અને રણવીર સિંહની આગામી ફિલ્મ ‘ધુરંધર’ તરફ હોવાનું મનાઈ રહ્યું છે.

વેત્રિમારને શું કહ્યું?

વેત્રિમારને પોતાના સંબોધનમાં જણાવ્યું કે, “જ્યાં સુધી આપણે આપણી વાર્તાઓ જાતે નહીં સંભળાવીએ, ત્યાં સુધી આપણું જીવન દુશ્મનો કહેશે તેવું જ માનવામાં આવશે. અત્યારે આપણી પાસે આપણી વાર્તાઓ કહેવાની આઝાદી (લોકશાહી) નથી.” તેમણે વધુમાં ઉમેર્યું કે ‘નીલીરા’ કોઈ પ્રોપેગેન્ડા ફિલ્મ નથી કે જે કોઈ ચોક્કસ વિચારધારા લાદવા માંગતી હોય.

નફરત વેચતી ફિલ્મો પર કટાક્ષ

ડાયરેક્ટરે કોઈનું નામ લીધા વિના કહ્યું કે, “આજકાલ એવી ઘણી ફિલ્મો છે જેના પર લાખો રૂપિયા ખર્ચાય છે અને તે હિંસા કે નફરત ફેલાવીને કરોડોની કમાણી કરવા માંગે છે. આ ફિલ્મો નફરત વેચવા માંગે છે અને કોઈ ચોક્કસ જાતિ, સમુદાય કે ધાર્મિક સંપ્રદાયની મજાક ઉડાવે છે.” તેમણે સેન્સર બોર્ડ (CBFC) પર પણ કટાક્ષ કરતા પૂછ્યું કે શું આ ફિલ્મ ‘રિવિઝિંગ કમિટી’ પાસે ગયા વગર જ પાસ થઈ ગઈ છે?

નોટબંધી અને ‘ધુરંધર’ વચ્ચેનો સંબંધ

વેત્રિમારને નોટબંધીનું ઉદાહરણ આપતા કહ્યું કે, “આપણી યાદશક્તિ નબળી હોય છે. નોટબંધી વખતે કોને તકલીફ પડી અને લાઈનમાં ઉભા રહીને કેટલા લોકોના જીવ ગયા તે આપણે જાણીએ છીએ, છતાં પ્રોપેગેન્ડા દ્વારા આ યાદોને સરળતાથી બદલી શકાય છે.” ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘ધુરંધર’માં નોટબંધીનો ઉલ્લેખ હોવાનું મનાય છે, જેના કારણે સોશિયલ મીડિયા પર યુઝર્સ માની રહ્યા છે કે આ ટિપ્પણી રણવીર સિંહની ફિલ્મ માટે જ હતી.

બીજી તરફ, થલપતિ વિજયની ફિલ્મ ‘જના નાયકન’ને હજુ સુધી સેન્સર સર્ટિફિકેટ મળ્યું નથી કારણ કે તેને ‘રિવિઝિંગ કમિટી’ પાસે મોકલવામાં આવી છે, જેના પર પણ વેત્રિમારને નારાજગી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોઃ IPL 2026, RCB vs SRH: પહેલી જ મેચમાં 3 ખેલાડીઓનો ડેબ્યૂ, પ્લેઇંગ 11માં ન મળી આ સ્ટાર્સને જગ્યા

આ પણ વાંચોઃ Vastu Tips : આ 5 વસ્તુઓ ઘરમાં રાખવાથી ક્યારેય નહીં થાય પૈસાની કમી

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button