અમેરિકાના 50% ટેરિફથી ભારતને ફટકો! માંગ ઘટતા ભારતના માથે ઘેરાયા સંકટના વાદળ?

નવી દિલ્હીઃ 17 સપ્ટેમ્બર, 2025: US Tariff Impact: ભારત પર 50 ટકા અમેરિકન ટેરિફની સીધી અસર જોવા મળી રહી છે. ભારતની નિકાસ ઘટી રહી છે. નિષ્ણાતો કહે છે કે આ ઘટાડો અમેરિકન બજારમાં ભારતીય માલના ભાવમાં વધારાને કારણે છે. ટેરિફ લાદવામાં આવ્યા બાદ, અમેરિકામાં ભારતીય માલની માંગ સતત ઘટી રહી છે.
નિકાસમાં થયો ઘટાડો
થિંક ટેન્ક GTRI એ બુધવારે આ બાબતે કેટલાક ડેટા શેર કર્યા. થિંક ટેન્ક GTRI એ જણાવ્યું હતું કે, ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફ અમેરિકામાં સ્થાનિક માલના ભાવમાં ઘટાડો કરી રહ્યા છે અને ભારતીય માલના ભાવમાં વધારો કરી રહ્યા છે, જેના કારણે ભારતની અમેરિકન નિકાસમાં ઘટાડો થઈ રહ્યો છે.
અમેરિકન ટેરિફની અસર
અહેવાલ મુજબ, ઓગસ્ટમાં અમેરિકન નિકાસ ઘટીને US 6.7 બિલિયન ડૉલર થઈ ગઈ છે. જે જુલાઈ કરતાં 16.3 ટકા ઓછી છે અને 2025નો સૌથી મોટો માસિક ઘટાડો છે, કારણ કે મહિનાના અંત સુધીમાં અમેરિકન ટેરિફ બમણા થઈને 50 ટકા થઈ ગયો છે.
છેલ્લા ચાર મહિનામાં ભારતની અમેરિકન નિકાસ કેવી રહી?
જુલાઈમાં, જૂનની સરખામણીમાં નિકાસ 3.6 ટકા ઘટીને 8 બિલિયન ડૉલર થઈ ગઈ. જૂનમાં પણ મેની સરખામણીમાં 5.7 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, જે 8.3 બિલિયન ડૉલર પર પહોંચ્યો. મે 2025 વૃદ્ધિનો છેલ્લો મહિનો હતો, કારણ કે અમેરિકામાં નિકાસ એપ્રિલની સરખામણીમાં 4.8 ટકા વધીને 8.8 બિલિયન ડૉલર થઈ ગઈ. એપ્રિલમાં અમેરિકામાં નિકાસ 8.4 બિલિયન ડૉલર હતી.
ભારત પર કેમ લાદ્યો 50% ટેરિફ?
અમેરિકાએ 7 ઓગસ્ટે ભારત પર 25% ટેરિફ લાદ્યો હતો. ત્યારબાદ ટ્રમ્પે 27 ઓગસ્ટે તેને વધારીને 50% કર્યો હતો. અમેરિકાએ રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ ભારત પર વધારાનો 25% ટેરિફ લાદ્યો છે. અમેરિકા ભારત પર રશિયન ક્રૂડ ઓઇલ ખરીદીને રશિયાને તેના યુદ્ધ પ્રયાસોમાં મદદ કરવાનો આરોપ લગાવી રહ્યું છે. જોકે, ભારતે આ આરોપને નકારી કાઢ્યો છે.
ભારત માટે સંકટ?
અમેરિકાએ ફાર્માસ્યૂટિકલ્સ અને સ્માર્ફોન સહિત ભારતના આશરે ત્રીજા ભાગને નિકાસ ટેરિફ ફ્રી છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કાપડ, ઘરેણાં, ચામડું, ઝીંગા અને કાર્પેટ જેવા ક્ષેત્રો ખાસ કરીને તણાવમાં છે અને વધુ પડકારોનો સામનો કરી શકે છે, કારણ કે આ માલની વૈશ્વિક નિકાસમાં અમેરિકાનો ભાગ 30 થી 60 ટકા કે તેથી વધુ છે.
GTRI ના અંદાજ મુજબ, જો નાણાંકીય વર્ષ 2026ના અંત સુધી 50 ટકા ટેરિફ ચાલુ રહેશે, તો ભારતને યુએસ નિકાસમાં 30-35 બિલિયન ડૉલરનું નુકસાન થઈ શકે છે. આ એક મોટો ફટકો છે, કારણ કે ભારતની માલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો લગભગ 20 ટકા છે.
આ પણ વાંચોઃ First Transgender Lawyer: રાજસ્થાનની પ્રથમ ટ્રાન્સજેન્ડર વકીલ, રવિન્દ્રમાંથી બની રવીના સિંહ
આ પણ વાંચોઃ ઉમેદવારોની તસવીર, EVM પર સીરિયલ નંબર્સ… બિહાર ચૂંટણી પહેલાં ECની નવી ગાઇડલાઇન












