IPLટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

CSK vs LSG: 8 છગ્ગા, 2 ચોગ્ગા અને 13 બોલમાં ફિફ્ટી… ઉર્વિલ પટેલે રચ્યો IPLનો નવો ઈતિહાસ

Urvil Patel fastest IPL fifty: IPL 2026માં રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચમાં ઉર્વિલ પટેલનું વાવાઝોડું જોવા મળ્યું હતું. ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઉર્વિલે પોતાની વિસ્ફોટક બેટિંગથી ઈતિહાસ રચી દીધો છે. તેણે માત્ર 13 બોલમાં અડધી સદી ફટકારીને આઈપીએલ ઈતિહાસની સૌથી ફાસ્ટેસ્ટ ફિફ્ટીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

યશસ્વી જયસ્વાલના રેકોર્ડની કરી બરાબરી

આ ઈનિંગ સાથે ઉર્વિલ પટેલ હવે આઈપીએલ ઈતિહાસમાં સંયુક્ત રીતે સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે યશસ્વી જયસ્વાલના રેકોર્ડની બરાબરી કરી છે, જેણે 2023માં કેકેઆર સામે 13 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. ઉર્વિલે આ મેચમાં કુલ 23 બોલ રમીને 65 રન બનાવ્યા હતા, જેમાં 8 ગગનચુંબી છગ્ગા અને 2 ચોગ્ગા સામેલ હતા. એટલે કે તેના 65 રનમાંથી 56 રન તો માત્ર બાઉન્ડ્રીથી જ આવ્યા હતા.

IPLના ઈતિહાસની સૌથી ઝડપી ફિફ્ટી (ટોપ લિસ્ટ)

ઉર્વિલ પટેલની આ તોફાની ઈનિંગે અગાઉના ઘણા દિગ્ગજોના રેકોર્ડ પાછળ છોડી દીધા છે:

  • ઉર્વિલ પટેલ (CSK): 13 બોલ (2026)
  • યશસ્વી જયસ્વાલ (RR): 13 બોલ (2023)
  • કેએલ રાહુલ (KXIP): 14 બોલ (2018)
  • પેટ કમિન્સ (KKR): 14 બોલ (2022)
  • રોમારિયો શેફર્ડ (RCB): 14 બોલ (2025)

ચેન્નાઈ માટે પ્લેઓફની આશા જીવંત

લખનૌ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરતા 204 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે ચેન્નાઈ માટે આ મેચ જીતવી અનિવાર્ય હતી. ઉર્વિલ પટેલની આક્રમક બેટિંગે મેચને એકતરફી બનાવી દીધી અને ચેન્નાઈનું કામ સરળ કરી દીધું. તેની આ ઈનિંગના જોરે સીએસકે હવે પોઈન્ટ ટેબલમાં મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે.

આ પણ વાંચોઃ Iran Israel Conflict 2026: યુદ્ધવિરામ પ્રસ્તાવ પર ઈરાને આપ્યો મોટો પ્રતિસાદ

આ પણ વાંચોઃ ‘લગાન’ બાદ ફરી મેદાનમાં ઉતરશે આમિર ખાન: આશુતોષ ગોવારિકર સાથે મળી બનાવશે દિગ્ગજ ક્રિકેટરની બાયોપિક

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button