રાજ્ય સરકારની જેલમાં કાર્યવાહીથી યુપીના માફિયા અતીકનો શ્વાસ અધ્ધર થયો, જાણો શું છે સમગ્ર ઘટના

ગુજરાતમાં 24 માર્ચની રાત્રે રાજ્યની જેલોમાં એક સાથે ઓપરેશન જેલ હાથ ધરવામાં આવ્યું હતું. CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ બિગ બોસની અંદર કેમેરામાં સમગ્ર એક્શન નિહાળ્યું હતું. ઓપરેશન જેલ એકદમ ગુપ્ત રાખવામાં આવ્યું સર્ચ ઓપરેશનમાં માફિયા અતીક અહેમદ, પૂર્વ IAS પ્રદીપ શર્મા, TMC નેતા સાકેત ગોખલે સહિત અન્ય અપરાધીઓની તપાસ કરવામાં આવી હતી. જેલમાંથી 2 ડઝન ફોન સહિત પ્રતિબંધિત વસ્તુઓ પણ મળી હતી. સમગ્ર સર્ચ ઓપરેશનને વિસ્તૃતમાં જોઈએ.
ગુજરાતની સાબરમતી જેલની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઓચિંતી મુલાકાત બાદ શુક્રવારે આખી રાત ઓપરેશન જેલ ચાલ્યું હતું. બોડી વોર્ન કેમેરા (યુનિફોર્મ પર લગાવેલા કેમેરા)થી સજ્જ ટીમોએ અમદાવાદની સાબરમતી જેલ સહિત રાજ્યની તમામ જેલોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન કેદીઓ અને ગુનેગારોની પણ શોધખોળ કરવામાં આવી હતી. બોડી વોર્ન કેમેરાથી સજ્જ ટીમો સાબરમતી જેલમાં યુપી માફિયા અતીક અહેમદની બેરેકમાં પહોંચી હતી. આ પછી સમગ્ર બેરેકની તલાશી લેવામાં આવી હતી. આ સ્પેશિયલ ઓપરેશનમાં અતીક અહેમદની પણ તલાશી લેવામાં આવી હતી. આ ઓપરેશનમાં રાજ્યની જેલોમાંથી બે ડઝનથી વધુ મોબાઈલ મળી આવ્યા છે. આ સિવાય અન્ય પ્રતિબંધિત વસ્તુઓ પણ મળી આવી છે.
આ પણ વાંચો : રાજ્યની 17 જેલોમાં વીડિયો કેમેરા સાથે સર્ચ ઓપરેશન, સીએમ અને હર્ષ સંઘવીની સતત વોચ
ગુપ્ત રાખ્યું ઓપરેશન
વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સાબરમતી જેલમાં બંધ અતીક અહેમદને આવા ઓપરેશનની અપેક્ષા પણ નહોતી. રાત્રે અચાનક સર્ચ ઓપરેશનમાં તેને જગાડવામાં આવ્યો હતો અને પછી તેની શોધખોળ કરવામાં આવી હતી. સૂત્રોનું કહેવું છે કે, બેરેકની તલાશી દરમિયાન અતીક અહેમદના આંસુ નીકળ્યા હતા. અન્ય ગુનેગારોની પણ આવી જ હાલત હતી. ગૃહ રાજ્યમંત્રીના ઓપરેશન જેલ અંગે કોઈ ખબર પણ પડી શકી ન હતી. ટીમોને સૂચના આપવામાં આવી ત્યાં સુધી તમામ અધિકારીઓ પણ આ વાત માની રહ્યા હતા. જે કવાયત ગૃહ રાજ્યમંત્રી કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરમાં કરાવી રહ્યા છે. તે અમુક ટ્રાફિક ડ્રાઇવ માટે છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ થોડા દિવસ પહેલા સાબરમતી જેલનું ઓચિંતું નિરીક્ષણ કર્યું હતું. તે દરમિયાન તેણે ઘણી એવી વસ્તુઓનું નિરીક્ષણ કર્યું હતું જે જેલ મેન્યુઅલની વિરુદ્ધ હતું.
આ પણ વાંચો : રાજ્યની 17 જેલમાંથી મળ્યા આટલાં મોબાઇલ અને ઘાતક સમાન, જાણો સંપૂર્ણ યાદી
હાઈ સિક્યોરિટી બેરેકમાં અતીક
માફિયા અતીક અહેમદને સાબરમતી જેલની હાઈ સિક્યોરિટી બેરેકમાં રાખવામાં આવ્યો છે. જૂન 2019 માં, સુપ્રીમ કોર્ટના આદેશ પર, તેને ઉત્તર પ્રદેશથી અમદાવાદની હાઇ સિક્યોરિટી જેલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રયાગરાજમાં 12 ફેબ્રુઆરીએ ઉમેશ પાલની હત્યા કેસ બાદ અતીક અહેમદ ફરીથી યુપી પોલીસના રડાર પર છે. ઉત્તર પ્રદેશમાં અતીક અહેમદના પરિવાર પર પોલીસે સકંજો કસ્યો છે. રાત્રે સાબરમતી જેલ સહિત અન્ય જેલોમાં ઓપરેશન જેલ શરૂ થતાં મોટા ગુનેગારોની હાલત બગડી ગઈ હતી. આ સમગ્ર કામગીરીમાં 1700 પોલીસકર્મીઓ ફરજ પર મુકાયા હતા.
આ પણ વાંચો : ગુજરાતમાં ગુનાખોરી વધતા જેલો હાઉસફુલ, કેપેસિટીથી વઘારે કેદીઓ
CM ભુપેન્દ્ર પટેલે ઓપરેશન જોયું
CM ભૂપેન્દ્ર પટેલે તેમના ડેશબોર્ડ પર ગુજરાતમાં પ્રથમ વખત ઓપરેશન જેલ જોયું. રાજ્યમાં ગૃહ વિભાગ CM પાસે છે. તેના રાજ્યકક્ષાના મંત્રીની જવાબદારી હર્ષ સંઘવી પાસે છે. ઓપરેશન જેલની ગુપ્તતાથી પોલીસ વિભાગના અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ગૃહમંત્રીએ સાંજે DGPને બેઠકનો સંદેશો પાઠવ્યો હતો. ત્યારબાદ રાજ્યના 5 મોટા શહેરોના CP અને 5 DCP સહિત 100 પોલીસકર્મીઓને કંટ્રોલ રૂમને બોડી વોર્ન કેમેરા સાથે જોડીને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. આ પછી ટીમોને વાહનોમાં બેસી જવા સૂચના આપવામાં આવી હતી. રાત્રે 9 વાગ્યા બાદ જેલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી. માહિતી અનુસાર, સર્ચ ઓપરેશનમાં માફિયા અતીક અહેમદ, પૂર્વ IAS પ્રદીપ શર્મા, TMC નેતા સાકેત ગોખલે સહિત અન્ય અપરાધીઓની તપાસ કરવામાં આવી હતી. સર્ચ ઓપરેશનમાં જેલમાંથી મોબાઈલ, ગાંજા, હેરોઈન ઉપરાંત અન્ય ઘણી વસ્તુઓ મળી આવી છે. માનવામાં આવી રહ્યું છે કે ઓપરેશન જેલ બાદ હવે જેલ અધિકારીઓને ફટકો પડશે. ગુજરાતમાં 7 જિલ્લા જેલો સિવાય 11 સબ જેલ અને 1 મહિલા જેલ સાથે 2 ઓપન જેલ અને 2 સ્પેશિયલ જેલો છે.