ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યની જેલમાં પોલીસનું સરપ્રાઈઝ ચેકીંગ : સિગરેટથી લઈ તમાકુ અને મોબાઇલ સુધીની વસ્તુઓ મળી

Text To Speech

શુક્રવારે મોડી રાત્રે રાજ્યભરની જેલમાં પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ શરૂ થતાં ઘણી જગ્યા પર વિવાદ તો ક્યાંકથી સિગરેટ અને તમાકુના પાર્સલ મળ્યા હોવાનું સામે આવ્યું છે. મોડી રાત્રે શરૂ કરવામાં આવેલ સર્ચ ઓપરેશન વહેલી સવાર સુધી યથાવત રહ્યું છે. જેમાં જેલમાંથી અલગ- અલગ બેરેકમાંથી ગાંજા જેવા પ્રદાર્થની પડિકીઓ મળી આવી છે.એફ.એસ.એલ પરીક્ષણ બાદ કયો પ્રદાર્થ છે એ જાણી શકશે.આપને જણાવી દઈએ કે, પોલીસ દ્વારા જેલમાં ચેકીંગ હજુ યથાવત છે.

સાબરમતી સેન્ટ્રલ જેલની સ્થિતિ

માહિતી મુજબ સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી એક પણ મોબાઇલ ફોન મળી નથી આવ્યા. જો કે જેલમાંથી તમાકુની પડિકી અને સિગરેટ મળી આવી છે. જોકે હજી સુધી કોઈ પણ અન્ય સત્તાવાર માહિતી રાજ્ય ગૃહ વિભાગ કે જેલ પ્રશાસન તરફથી આપવામાં આવી નથી. અહીં 100 કરતા પણ વધારે પોલીસ કર્મચારીઓ અને ધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 4 ડીસીપી, 2 એસપી અને પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ અહીં સર્ચ કરી રહ્યા છે. આ તરફ જાણકારી મળી રહી છે.

જેલમાં ચેકિંગ

સુરત લાજપોર જેલ

આ તરફ સુરતની લાજપોર જેલમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન કેદીઓએ જેલમાં તોડફોડ કરી હોવાની માહિતી મળી રહી છે. રાત્રે શરૂ થયેલ સર્ચ ઓપરેશનની કાર્યવાહી સવારે પાંચ વાગ્યા સુધી ચાલી હતી. જેલમાંથી મોબાઈલ ફોન,ગાંજા અને ચરસ ની પડીકીઓ મળી આવી છે.

બીજી તરફ લાંબા સમયથી ચર્ચામાં રહેલી ભરૂચ પોલીસ તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી જોકે સૂત્રો અનુસાર જેલમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભરૂચ સબજેલ અગાઉ પણ મોબાઈલ ફોનના મામલે વિવાદોમાં રહી છે.

રાજ્યભરની તમામ જેલોમાં આ ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે અત્યારે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યની 17 જેલોમાં 1700 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા આ સરપ્રાઈઝ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં વિવિધ મુદ્દો ગૃહ વિભાગની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચો : રાજ્યની 17 જેલોમાં વીડિયો કેમેરા સાથે સર્ચ ઓપરેશન, સીએમ અને હર્ષ સંઘવીની સતત વોચ

જામનગર અને ભૂજની જેલમાં પણ મળ્યો સામાન

જામનગર જિલ્લા જેલમાં મોડી રાત્રે 3 વાગ્યા સુધી પોલીસ દ્વારા ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી. જિલ્લા જેલમાંથી બીડી, બાકસ, તમાકુ જેવા વ્યસનનો સામાન મળી આવ્યો. જામનગરની જિલ્લા જેલમાં એસ.પી., ડી. વાય. એસ. પી., શહેરના A,B,C, ડિવિઝનના પી. આઈ., પી. એસ. આઈ. સહિત 150 જેટલાં પોલીસ કર્મચારીઓ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરાયું હતું. અનેક નશીલા પદાર્થો મળી આવ્યા હતા.

આ તરફ ભૂજની પાલારા જેલમાંથી 6 મોબાઈલ ફોન મળી આવ્યા છે. જમીનમાં ખાડો કરીને મોબાઈલ ફોન સંતાડવામાં આવ્યા હતા. ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરાઇ છે. ભુજ બી,ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી.

Back to top button