અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

આવતી કાલે કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા ગુજરાત આવશે, આ કાર્યક્રમો રહેશે ઉપસ્થિત

અમદાવાદ, 25 જૂન 2025: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ રાજ્યની આર્થિક અને સાંસ્કૃતિક ધોરણે મહત્વ ધરાવતા બે કાર્યક્રમોમાં હાજરી આપશે.

આમ તો તેમની મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ ભાજપ દ્વારા અમદાવાદ શહેરમાં આયોજિત “સંવિધાન હત્યા દિવસ” ઉજવણીમાં ભાગ લેવો છે. આ કાર્યક્રમ દ્વારા ભારતીય સંવિધાન સામે થયેલા હુમલાઓની સામે અવાજ ઉઠાવવાનો પ્રયાસ છે અને સંવિધાનની મૂલ્યોની રક્ષા કરવા માટે જનજાગૃતિ ફેલાવવામાં આવશે.

“મિસાવસીની જેલ ડાયરી” પુસ્તકનું વિમોચન

બીજા કાર્યક્રમમાં, પદ્મ શ્રી સન્માનિત અને જાણીતા લેખક ડૉ. વિષ્ણુ પંડ્યા દ્વારા લખાયેલ “મિસાવસીની જેલ ડાયરી” પુસ્તકનું વિમોચન કરવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી માન. મનસુખ માંડવીયા વિશિષ્ટ અતિથિ તરીકે હાજરી આપશે.

તેમજ, એ દિવસે જ તેઓ “ગુજરાત સંઘર્ષ કથા” નામની ડોક્યુમેન્ટરી ફિલ્મના પોસ્ટરનું ઉદ્ઘાટન પણ કરશે. આ ફિલ્મ રાજ્યના સંઘર્ષભર્યા ઇતિહાસને રજૂ કરે છે.

આ પણ વાંચો: વરસાદે AMCની પોલ ખોલી: લો ગાર્ડનમાં મસમોટો ભુવો પડ્યો

Back to top button