માત્ર 1 લાખ રૂપિયા લઈને પહોંચી જાઓ આ દેશમાં, પહોંચતા જ બની જશો કરોડપતિ

Travel Uzbekistan from India in low budget: જો તમે વિદેશ ફરવાનું સપનું જોઈ રહ્યા છો, પરંતુ બજેટ ઓછું હોવાને કારણે પ્લાન કેન્સલ કરવો પડે છે, તો હવે ટેન્શન લેવાની જરૂર નથી. સામાન્ય રીતે ભારતીય પ્રવાસીઓ ઓછા બજેટમાં નેપાળ કે ભૂટાન જવાનું જ વિચારતા હોય છે. પરંતુ દુનિયાના નકશા પર એક એવો દેશ પણ છે, જ્યાં ભારતનો 1 રૂપિયો એટલો પાવરફુલ છે કે જો તમે ખિસ્સામાં માત્ર 1 લાખ રૂપિયા લઈને જશો, તો ત્યાં પહોંચતા જ તેની વેલ્યુ 1 કરોડ કરતાં પણ વધી જશે. આ કોઈ મજાક નથી પણ હકીકત છે. આ સુંદર દેશ બીજો કોઈ નહીં, પણ મધ્ય એશિયામાં આવેલો ‘ઉઝબેકિસ્તાન’ (Uzbekistan) છે. અહીં ભારતના 1 રૂપિયાની કિંમત આશરે 125 ઉઝબેકિસ્તાની સોમ (UZS) બરાબર થાય છે.
સમરકંદ અને તાશ્કંદ જેવા શહેરો આકર્ષણનું કેન્દ્ર, કલ્ચર પણ છે જોરદાર
મધ્ય એશિયામાં આવેલો આ મુસ્લિમ દેશ પોતાના સમૃદ્ધ ઇતિહાસ, શાનદાર આર્કિટેક્ચર અને અનોખા કલ્ચર માટે આખી દુનિયામાં ફેમસ છે. સિલ્ક રોડ (રેશમ માર્ગ) નો મહત્વનો ભાગ રહી ચૂકેલા અહીંના સમરકંદ, બુખારા અને તાશ્કંદ જેવા શહેરો પ્રવાસીઓ માટે મેઈન એટ્રેક્શન છે. અહીંની પ્રાચીન મસ્જિદો, ભવ્ય મકબરા અને રંગબેરંગી લોકલ બજારો પ્રવાસીઓનું મન મોહી લે છે. આ સિવાય ખાવાના શોખીનો માટે અહીંના ટ્રેડિશનલ ફૂડ જેવા કે પ્લોવ (Plov), સમસા અને કબાબનો સ્વાદ એકદમ લાજવાબ હોય છે. અહીંના લોકો ખૂબ જ માયાળુ છે અને ટુરિસ્ટ્સનું દિલ ખોલીને સ્વાગત કરે છે.
ડબલ લેન્ડ લોક્ડ કન્ટ્રી: દિલ્હીથી ડાયરેક્ટ ફ્લાઇટ અને વિઝા પ્રોસેસ પણ સરળ
ભૌગોલિક દ્રષ્ટિએ ઉઝબેકિસ્તાન એક ‘ડબલ લેન્ડ લોક્ડ’ દેશ છે. એટલે કે આ દેશની સરહદ તો કોઈ સમુદ્ર સાથે નથી જ મળતી, પરંતુ તેની આસપાસ આવેલા પાડોશી દેશોની સરહદો પણ સમુદ્રથી વંચિત છે. આ દેશ અફઘાનિસ્તાન અને તુર્કમેનિસ્તાન સાથે પોતાની બોર્ડર શેર કરે છે. ભારતીયો માટે અહીં જવા માટે વિઝા જરૂરી છે, પરંતુ હવે તેની પ્રોસેસ ઘણી સરળ બની ગઈ છે. ફ્લાઇટ કનેક્ટિવિટીની વાત કરીએ તો, દિલ્હીથી તાશ્કંદનું વન-વે ફ્લાઇટ ભાડું આશરે 20,000 રૂપિયાથી શરૂ થાય છે.
બજેટ ટ્રાવેલર્સ માટે લક્ઝરી એક્સપિરિયન્સ
યુરોપ કે અમેરિકાની સરખામણીએ ઉઝબેકિસ્તાનમાં ફરવું ખૂબ જ સસ્તું છે. અહીં હોટેલ્સ, લોકલ ટ્રાન્સપોર્ટ, શોપિંગ અને ખાવા-પીવાનો ખર્ચ ઘણો ઓછો છે. તમે માત્ર 8 થી 10 હજાર રૂપિયામાં એક લક્ઝરી હોટેલ અને સારા ફૂડ સાથે કમ્ફર્ટેબલ સ્ટે માણી શકો છો. 1 લાખ રૂપિયા લઈને જ્યારે તમે ત્યાં જશો, ત્યારે ત્યાંની કરન્સી મુજબ તમારી પાસે આશરે 1.25 કરોડ સોમ હશે, જે તમને ત્યાં એક કરોડપતિ જેવો અહેસાસ કરાવશે. તો હવે જ્યારે પણ નવો ફોરેન ટ્રિપ પ્લાન કરો, ત્યારે ઉઝબેકિસ્તાનને લિસ્ટમાં ટોપ પર રાખજો.
આ પણ વાંચોઃ 140 કલાકમાં ₹38,50,57,00,00,000ની મેગા ડીલ! PM મોદીની 5 દેશોની મુલાકાતના મોટા પરિણામો
આ પણ વાંચોઃ UP : હવેથી તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં યુનિફોર્મ ફરજિયાત, રાજ્યપાલનો આદેશ
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












