ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આતંકી હુમલા બાદ જેહાદીઓએ ઘટના સ્થળે જ આ રીતે સેલિબ્રેશન કર્યું હતું: પહેલગામ હુમલા અંગે ખુલાસો

શ્રીનગર, 16 જુલાઈ, 2025ઃ jihadists celebrated after terrorist attack પહેલગામ આતંકી હુમલાની તપાસમાં રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ ઘટનાની તપાસ દરમિયાન હવે સાક્ષીઓએ જણાવ્યું છે કે, હિન્દુ પ્રવાસીઓની હત્યા કર્યા બાદ જેહાદી આતંકીઓએ ખુશ થઈને ઉજવણી કરી હતી.

ગત એપ્રિલમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 26 હિન્દુ પ્રવાસીઓની હત્યા બાદ આતંકવાદીઓએ હવામાં ગોળીઓ ચલાવીને ઉજવણી કરી હતી. આ ખુલાસો ઘટનાને નજરે જોનાર સાક્ષીએ કર્યો છે. આતંકવાદી હુમલાની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

આ પણ વાંચોઃ ઉતરાખંડની શાળાઓમાં ભગવદ્ ગીતા શ્લોકનો અભ્યાસ, મદરેસા બોર્ડના અધ્યક્ષે નિર્ણયને આવકાર્યોં

આ કેસમાં તપાસ એજન્સી સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે આતંકવાદીઓએ તેમના જઘન્ય કૃત્યની ઉજવણી કરવા માટે હવામાં ગોળીઓ ચલાવી હતી. ઘટનાને નજરે જોનાર સાક્ષીએ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને જમ્મુ-કાશ્મીર પોલીસને આતંકવાદીઓની હિલચાલ અને સમર્થન સંબંધિત મહત્ત્વની માહિતી પૂરી પાડી છે.

આતંકી હુમલાના દિવસે ઘટનાને નજરે જોનાર સાક્ષીએ જણાવ્યું કે આતંકવાદીઓએ 26 હિન્દુઓની હત્યા કર્યા બાદ ચાર રાઉન્ડ હવામાં ગોળીઓ ચલાવીને ઉજવણી કરી હતી. 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આ આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. આ હુમલાના જવાબમાં ભારતે 7 મેના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન-અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી શિબિરો પર વિશાળ વળતો હુમલો કર્યો હતો.

આ પણ વાંચોઃ ચીન-પાકિસ્તાન-કેનેડાને સાંકળતા સૌથી મોટા ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો અમેરિકાએઃ શું છે ડરામણી હકીકત?

આ પણ વાંચોઃ “વંદે માતરમ્” ગીતનાં 150 વર્ષ પૂર્ણ થતા સાર્ધ શતાબ્દીની ઉજવણી કરવામાં આવી

આ પણ વાંચોઃ બંધારણની પ્રસ્તાવનામાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવા જોઈએ: કોણે ઉઠાવી માંગ?

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button