ગુજરાત

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી આ એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

Text To Speech

રાજકોટમાં ઉત્તર રેલવે સ્થિત દેવબંદ સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં 3 માર્ચની ઓખા-દેહરાદૂન ટ્રેન ડાઈવર્ટ રૂટ પર દોડશે. તથા વાયા નવી દિલ્હી-તિલક બ્રિજ-દિલ્હી-શાહદરા-નોલી-શામલી-ટપરી થઈને ચાલશે.

આ પણ વાંચો: રાજકોટમાં ફરસાણ અને ઠંડા પીણાના વેપારીઓમાં ફફડાટ, ફૂડ શાખાએ દરોડા પાડ્યા

દિલ્હી-તિલક બ્રિજ-દિલ્હી-શાહદરા-નોલી-શામલી- ટપરી થઈને ચાલશે

ઉત્તર રેલવે સ્થિત દેવબંદ સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થઈને જતી ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, 03 માર્ચ, 2023 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 19565 ઓખા-દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા નવી દિલ્હી-તિલક બ્રિજ-દિલ્હી-શાહદરા-નોલી-શામલી- ટપરી થઈને ચાલશે.

આ પણ વાંચો: જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં આ દર્દિઓ માટે આધુનિક વેલનેશ સેન્ટર નિર્માણ થશે

રેલવે તંત્રએ મુસાફરોને વિનંતી કરી

જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં ગાઝિયાબાદ, મોદીનગર, મેરઠ સિટી, મુઝફ્ફર નગર અને દેવબંદ સ્ટેશનનો સમાવેશ થાય છે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

Back to top button