આ ચૂંટણી ગુંડાગીરીથી લડાઈ રહી છે : જગદીશ ઠાકોર
- અમીરગઢ તાલુકામાં કોંગ્રેસ નેતાની જાહેર સભા
- પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા વિપક્ષ પર ચાબખા
પાલનપુર : “આ ચૂંટણી ગુંડાગીરીથી લડાઈ રહી છે પરંતુ અમારા કાર્યકર પૂરી તાકાતથી ચૂંટણી લડી રહ્યો છે” તેમ અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ ગામમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે યોજેલી જાહેર સભામાં જણાવ્યું હતું. તેમને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા.અમીરગઢ ખાતે કોંગ્રેસના પ્રદેશ કોંગ્રેસપ્રમુખ જગદીશ ઠાકોરની સોમવારે જન સભા સંબોધી હતી. જેમાં તને સરકાર પર કર્યા આકરા પ્રહાર કર્યા હતા.
અમીરગઢના ઈકબાલગઢ ગામમાં કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઇ ખરાડીના સમર્થનમાં યોજાયેલી આ જાહેર સભામાં તેમને જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ગુંડાગીરીથી ચૂંટણી જીતવા માંગે છે.તેઓની તાનશાહી વાળી સરકારને મતદારો જવાબ આપશે. છેલ્લા 27 વર્ષથી લોકો ની ભૂખ ભાંગી નાખી છે.
ગુજરાત માં કોંગ્રેસ પાર્ટી મજબૂત બનતા તેની અસર કેન્દ્ર સુધી પહોંચી હોવાથી પ્રધાન મંત્રી મોદી અને શાહ ના પગ નીચેની જમીન ખસી ગઈ છે. વધુમાં જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં ગુંડાઓને છૂટો દોર અપાયો છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં ભાજપ હવે ગુંડા ગીરીથી ચૂંટણી જીતવા માંગે છે.આખા ભાજપમાં અત્યારે હડકંપ મચી ગયેલો છે. એટલે કોઈપણ પ્રકારે ચૂંટણી તેમને જીતવી જરૂરી બની છે.
અને તે પણ લોકશાહી ઢબે નહીં પરંતુ ગુંડાગીરી, ધાક- ધમકી, પૈસા અને અધિકારીઓ તેમજ ચૂંટણી પંચના સહારે આ ચૂંટણી જીતવાનો તબક્કો શરૂ થયો છે. જેનો જવાબ કોંગ્રેસ બરાબર આપશે. આ લડાઈ ગરીબ, ખેડૂત, સામાન્ય વર્ગ, નાના વ્યાપારીઓ, મૂડીપતિ અને તાનાશાહી સરકારો વચ્ચે છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ ચોક્કસ જીતશે. તેવો જગદીશ ઠાકોરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો : ચૂંટણી પહેલાં જ AAP ના વધુ એક નેતા પહેલાં ગાયબ થયા અને પછી ભાજપને સમર્થન જાહેર કર્યું