ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કંગના રનૌત થપ્પડ મારવાનો કેસ: CISF મહિલા કર્મચારી કુલવિંદર કૌર વિરુદ્ધ નોંધાઈ FIR

Text To Speech

નવી દિલ્હી, 7 જૂન : ભાજપના નવા ચૂંટાયેલા સાંસદ કંગના રનૌતને ગુરુવારે ચંદીગઢ એરપોર્ટ પર મહિલા CISF કર્મચારીએ થપ્પડ મારી દીધી હતી. આ કેસમાં મોહાલી પોલીસે આરોપી કુલવિંદર કૌર વિરુદ્ધ FIR નોંધી છે. કૌર વિરુદ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 323 અને 341 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે સીઆઈએસએફના ડીઆઈજી વિનય કુમાર કાજલા આ મામલે તપાસ કરવા માટે દિલ્હીથી ચંદીગઢ એરપોર્ટ પહોંચ્યા છે. તેઓ તપાસ કરીને રિપોર્ટ આપશે.

કંગના રનૌત હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાઈ છે. તેને ગુરુવારે દિલ્હી જવાનું હતું. આ માટે તેણે ચંદીગઢ એરપોર્ટ પરથી ફ્લાઈટ પકડવી પડી હતી. સીઆઈએસએફ મહિલા સૈનિક કુલવિંદર કૌરે તેને થપ્પડ મારી ત્યારે કંગના સુરક્ષા તપાસ પછી જ આગળ વધી હતી. આ ઘટનાથી ત્યાં હાજર લોકો અને સુરક્ષાકર્મીઓ પણ દંગ રહી ગયા હતા. આ ઘટના બાદ ગુરૂવારે જ આરોપીને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી.

થપ્પડ માર્યા બાદ આરોપીએ આ વાત કહી

આરોપી કુલવિંદર કૌર પંજાબના સુલતાનપુર લોધીની રહેવાસી છે. તેમનો પરિવાર ખેડૂત આંદોલન સાથે જોડાયેલો છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ કહ્યું હતું કે ખેડૂતોના આંદોલનને લઈને કંગનાએ કહ્યું હતું કે ખેડૂતોના આંદોલનમાં મહિલાઓ 100 રૂપિયા લઈને બેઠી છે. શું તે (કંગના) ત્યાં બેઠી હતી? મારી મા ત્યાં બેઠી હતી.

આ ઘટના અંગે કંગના રનૌતે આ વાત કહી હતી

આ ઘટના બાદ કંગના રનૌતે એક વીડિયો જાહેર કરીને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. જેમાં તેણે કહ્યું હતું કે, ચંદીગઢ એરપોર્ટ પર જે ઘટના બની તે સુરક્ષા તપાસ દરમિયાન બની હતી. સિક્યોરિટી ચેક કર્યા બાદ હું જેવી બહાર આવી કે બીજી કેબિનમાં બેઠેલા CISF સિક્યુરિટી જવાનએ મને મોઢા પર માર્યો અને ગાળો બોલવા લાગી. જ્યારે મેં પૂછ્યું કે તેણીએ આવું શા માટે કર્યું તો તેણે કહ્યું કે તે ખેડૂતોના વિરોધને સમર્થન આપે છે.

આ પણ વાંચો : VIDEO: કેવી ઉજવણી, નિર્દોષ જીવ સાથે ક્રૂરતા, ભાજપના નેતાનો ફોટો પહેરાવી બકરીનું કાપ્યું ગળું

Back to top button