એકતાની તાકાત; મુસાફરનો પગ ટ્રેનમાં ફસાયો! લોકોએ ટ્રેનને ધક્કો મારીને કર્યું અદ્દભૂત રેસ્ક્યૂ
- 100થી વધુ લોકોનું ટોળું ટ્રેનને એકસાથે ધક્કો મારીને ઊંચી કરે છે
HD ન્યૂઝ ડેસ્ક, 10 જૂન: ઘણી વખત એવું બને છે કે થોડી બેદરકારીના કારણે લોકો ટ્રેનના પાટા નીચે આવીને જીવ ગુમાવી બેસે છે. પરંતુ એક ઘટનામાં એકતાનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. આ મામલો જરા અલગ છે. આ અનોખા કિસ્સાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પહેલા તો આ વીડિયો જોઈને થોડા પરેશાન થઈ જવાઈ, પરંતુ આ વીડિયોને થોડો સમય જોયા પછી ચહેરા પર એક સુખદ સ્મિત ચોક્કસપણે આવી જાય. વીડિયોમાં ટ્રેનમાં ચડતી વખતે એક વ્યક્તિનો પગ પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઈ ગયેલો જોવા મળે છે. જે બાદ તે પોતાનો પગ બહાર કાઢવાની ઘણી કોશિશ કરે છે પરંતુ તે તેને બહાર કાઢી શકતો નથી. આ પછી લોકો તેની મદદ કરવા માટે એકઠા થાય છે અને 100થી વધુ લોકોનું ટોળું ટ્રેનને એકસાથે ધક્કો મારીને ઊંચી કરે છે.
View this post on Instagram
લોકોએ એકસાથે ટ્રેન ઉપાડી
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ ટ્રેનમાં ચઢવા માટે પ્લેટફોર્મ પર ઉભો છે. ત્યારે અચાનક તેનો પગ પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઈ જાય છે. વ્યક્તિ તેના પગને કાઢવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. પરંતુ તે ટ્રેનમાંથી તેનો ફસાયેલો પગ દૂર કરવામાં અસમર્થ છે. માણસને મુશ્કેલીમાં જોઈને અન્ય મુસાફર મદદ કરવા આવે છે. તે અન્ય લોકોને પણ મદદ માટે બોલાવે છે. જે બાદ થોડી જ વારમાં 100થી વધુ લોકો મદદ માટે આગળ આવે છે અને બધા મળીને ટ્રેનને ધક્કો મારવા લાગે છે. લોકોના ધક્કાને કારણે ટ્રેન થોડી વાંકાચૂકી થઈ જાય છે. જે પછી વ્યક્તિ તેનો પગ બહાર કાઢે છે.
વીડિયો જોયા પછી લોકોએ કહ્યું,’એકતામાં તાકાત છે’
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર સચ કડવા હૈ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ઓસ્ટ્રેલિયાના પર્થ સ્ટેશનનો હોવાનું માનવામાં આવે છે. આ વીડિયો જોયા બાદ યુઝર્સ લોકોની એકતાના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરીને કહ્યું કે, “આ એકતાની શક્તિ છે.” બીજાએ લખ્યું કે, “જો આપણે સાથે મળીને કામ કરીએ તો આ દુનિયાને શ્રેષ્ઠ જગ્યા બનાવી શકીએ છીએ. ” ત્રીજાએ લખ્યું કે, “સંગઠનમાં તાકાત છે.“
આ પણ જુઓ: રસોડામાં કામ કરી રહી હતી મહિલા, અચાનક ફાટ્યો સિલિન્ડર, જૂઓ CCTV