ટ્રેન્ડિંગનેશનલમનોરંજનવીડિયો સ્ટોરી

કરીના કપૂરે 17 વર્ષ બાદ જબ વી મેટના ગીત ‘યે ઇશ્ક હાયે’ પર કર્યો ડાન્સ, જુઓ વીડિયો

  • કરીના કપૂરે અબુ ધાબીમાં એક ઈવેન્ટમાં હાજરી આપી, જેમાં તેણી પિંક સાડીમાં જોવા મળી

HD ન્યૂઝ ડેસ્ક, 8 જૂન: કરીના કપૂરે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે. ‘કભી ખુશી કભી ગમ’ની ‘પૂજા’થી લઈને ‘જબ વી મેટ’ની ‘ગીત’ સુધી કરીનાએ ઘણી શાનદાર ભૂમિકાઓ ભજવી છે. જબ વી મેટમાં કરીનાએ ભજવેલું ગીતનું પાત્ર એટલું હિટ થયું કે આજ સુધી આ કલ્ટ ક્લાસિક(Cult Classic) અને ગીતનું પાત્ર લોકોના દિલમાંથી ઉતાર્યું નથી. આ ફિલ્મને રિલીઝ થયાને 17 વર્ષ થઈ ગયા છે, પરંતુ આજે પણ તેને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ ફિલ્મ પણ કરીનાના દિલની ખૂબ જ નજીક છે. ઈમ્તિયાઝ અલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં કરીના સાથે શાહિદ કપૂર મુખ્ય ભૂમિકામાં હતો. ત્યારે હાલમાં જ કરીના કપૂરે અબુ ધાબીમાં એક ઈવેન્ટમાં હાજરી આપી હતી જેમાં તેણી પિંક સાડીમાં જોવા મળી હતી. આ જ ઈવેન્ટમાં કરીના કપૂર 17 વર્ષ બાદ ‘જબ વી મેટ’ ફિલ્મના ગીત ‘યે ઇશ્ક હાયે’ પર ડાન્સ કરતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by POP LATEST (@popbollywoodins)

કરીના કપૂર અબુ ધાબીમાં ચમકી 

અબુધાબીમાં આયોજિત આ ઈવેન્ટનો કરીના કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં કરીના જબ વી મેટના હિટ ગીત ‘યે ઈશ્ક હાયે’ પર ડાન્સ કરતી જોવા મળે છે. વીડિયોથી સ્પષ્ટ છે કે, ફિલ્મ રિલીઝ થયાને 17 વર્ષ થઈ ગયા હોવા છતાં પણ કરીનાને ‘યે ઈશ્ક હૈ’ ગીતના દરેક સ્ટેપ યાદ છે. આ ઈવેન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે કરીનાના ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. કરીનાના ડાન્સની સાથે તેના લુકની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.

ચાહકોને વીડિયો આવી રહ્યો છે પસંદ

કરીનાના આ વીડિયો પર યુઝર્સ તરફથી ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. વીડિયોના જવાબમાં એક યુઝરે લખ્યું કે, ‘બેબો ઓલવેઝ રોક. તમે મારા પ્રિય છો.‘ બીજાએ ઘણા બધા રેડ હાર્ટ ઇમોજીસ દ્વારા કરીના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો. મહત્ત્વપૂર્ણ છે કે, જબ વી મેટ 2007માં રિલીઝ થઈ હતી જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મમાં તેમનું પાત્ર ‘ગીત’ ખૂબ જ પ્રખ્યાત થયું હતું. આ ફિલ્મમાં કરીના કપૂરની સાથે શાહિદ કપૂર પણ લીડ રોલમાં હતો. આ ફિલ્મ દરમિયાન તેમના બ્રેકઅપના સમાચાર પણ આવ્યા હતા.

જબ વી મેટ 15 કરોડનું બજેટ હતું 

ઇમ્તિયાઝ અલી દ્વારા નિર્દેશિત, આ ફિલ્મનું બજેટ માત્ર 15 કરોડ રૂપિયા હતું, જ્યારે તેણે બોક્સ ઓફિસ પર 50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો, કરીના કપૂર છેલ્લે ‘ક્રુ’ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં કરીનાની સાથે તબ્બુ અને કૃતિ સેનન પણ લીડ રોલમાં હતા. હવે કરીના ‘સિંઘમ અગેન’માં જોવા મળશે, તેના સિવાય આ ફિલ્મમાં અજય દેવગન, અક્ષય કુમાર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને ટાઈગર શ્રોફ જેવા સ્ટાર્સ પણ છે.

આ પણ જુઓ: રવીના ટંડને પોતાની સાથે મારપીટની ઘટના અંગે છેવટે મૌન તોડ્યું, જાણો શું કહ્યું?

Back to top button