ટ્રેન્ડિંગમનોરંજનવર્લ્ડ કપસ્પોર્ટસ

સાઉથની અભિનેત્રીએ મોહમ્મદ શમીને એક શરત સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, જાણો શું છે શરત

Text To Speech
  • મોહમ્મદ શમીની બોલિંગના વખાણ માત્ર ક્રિકેટ પ્રેમીઓ જ નથી કરી રહ્યા, પરંતુ અનેક લોકો શમીના વખાણ કરી રહ્યા. એવામાં એક અભિનેત્રીને શમી એટલો ગમી ગયો છે કે તેણીએ ખુલ્લેઆમ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો છે પરંતુ તેની સાથે એક શરત પણ મૂકી છે.

નવી દિલ્હીઃ જ્યારથી મોહમ્મદ શમીને વર્લ્ડ કપમાં રમવાનો મોકો મળ્યો છે ત્યારથી તે પોતાની બોલિંગથી બુમ પડાવી રહ્યો છે. હરીફ ટીમના મહાન બેટ્સમેન પણ તેની શાનદાર બોલિંગ સામે ટકી શક્યા નથી. તેની બોલિંગના માત્ર ક્રિકેટ પ્રેમીઓ નહીં પરંતુ અનેક લોકો તેમના વખાણ કરી રહ્યા છે. તો બીજી બાજુ એક અભિનેત્રીને શમી એટલો ગમી ગયો છે કે તેણીએ ખુલ્લેઆમ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો છે, આ સાથે તેની સાથે એક શરત પણ મૂકી છે. આ અભિનેત્રી પાયલ ઘોષ છે, જે એક રાજકારણી પણ છે.

આ રીતે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો

 

પાયલ ઘોષ વર્લ્ડ કપ મેચમાં મોહમ્મદ શમીની બોલિંગથી એટલી પ્રભાવિત થઈ હતી કે તેણીએ શમીને પ્રપોઝ કર્યું હતું. શમીને પ્રપોઝ કરવા માટે પાયલ ઘોષે તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, ‘હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું’, પરંતુ આ લગ્ન પ્રસ્તાવની સાથે પાયલ ઘોષે એક શરત પણ મૂકી હતી. તેણીએ આ જ ટ્વીટમાં લખ્યું કે, ‘શમી, તું તારું અંગ્રેજી સુધાર, હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું.’

 

 

View this post on Instagram

 

A post shared by Payal Ghosh (@iampayalghosh)

કોણ છે પાયલ ઘોષ?

પાયલ ઘોષ એક અભિનેત્રી છે જે મોટાભાગે તેલુગુ ફિલ્મોમાં જોવા મળે છે. પાયલ ઘોષ વિશ્વના હિટ ટીવી શો સાથ નિભાના સાથિયામાં પણ જોવા મળી છે. થોડા સમય પહેલા તે માનસિક સ્વાસ્થ્યને લઈને ચર્ચામાં હતી. તેણીએ કહ્યું હતું કે તે કેટલાક લોકોના કારણે ચિંતા અને તણાવનો શિકાર બની છું. તેણીએ એ પણ જણાવ્યું કે પોતાની સ્થિતિ પર કાબુ મેળવવાના ઘણો પ્રયાસ કર્યા પરંતુ તેમાં સફળતા મળી નહીં. આખરે નિષ્ણાતની મદદ લેવી પડી. હવે તે મોહમ્મદ શમીને પ્રપોઝ કરવાને કારણે ચર્ચામાં આવી છે.

આ પણ વાંચો: કંગના રનૌતની ‘તેજસ’ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ! ફિલ્મને થયું 50 કરોડનું નુકસાન

Back to top button