ગુજરાતટોપ ન્યૂઝ

મેન્ટેનન્સ માટે માલદીવ્સ ગયેલું સી-પ્લેન હજુ પરત ફર્યું નથી, ક્યારે શરૂ કરાશે !

Text To Speech

વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આજે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ સી પ્લેન પર સરકારને સવાલ કર્યો હતો જેના જવાબમાં સરકારે કહ્યું હતું કે,અમદાવાદથી કેવડિયા સુધી 2020માં સી પ્લેન સેવા માટે 13 કરોડ 15 લાખ 6 હજાર 737 રૂપિયાના ખર્ચે શરૂ કરવામાં આવી હતી. ફોરેન રજિસ્ટ્રેશન એરક્રાફ્ટના કારણે તેના ઓપરેશન મેઇન્ટેનન્સ મુશ્કેલ હોવાના કારણે સેવા બંધ કરી હોવાનુ સરકારે ગૃહમાં કબૂલ્યું હતું. ઓપરેટરની ઓપરેટીંગ માટે ઉંચી કોસ્ટને કારણે નાણાંકીય કારણોસર 2021થી સી પ્લેન સેવા બંધ હોવાનું સરકારે કોંગ્રેસના ધારાસભ્યના સવાલનો જવાબમાં કહ્યું હતું.

આ પણ વાંચો : સજા પર રોક લગાવવા લંપટ આસારામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી
સી-પ્લેન - Humdekhengenewsઆ અગાઉ પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ ટૂંક સમયમાં નવા રંગ રૂપ સાથે કેવડિયાથી અમદાવાદ સી પ્લેન સેવા શરૂ થશે તેવી ખાતરી આપી હતી. આ વખતે અન્ય રાજ્યોના અન્ય જળાશયોમાંથી કેવડિયા સી પ્લેન આવે તેવું આયોજન સરકાર કરી રહી છે એવું પણ કહ્યું હતું. અગાઉ સરકારે જ ગૃહમાં કહ્યું હતું કે, સી પ્લેન શરૂ કરવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરાઈ છે. આ કાર્યવાહી પૂર્ણ થતાં જ ફરીથી આ સેવા શરૂ કરી દેવામાં આવશે. અગાઉના રૂટ પ્રમાણે જ સી પ્લેન સેવા શરૂ કરવામાં આવશે.સી-પ્લેન - Humdekhengenewsવડાપ્રધાન મોદીએ 31 ઓક્ટોબર 2020ના રોજ સી પ્લેન સેવા શરૂ કરી હતી. જે શરૂઆતમાં 10 દિવસ ચાલ્યું અને એક મહિનાના ટૂંકા ગાળામાં મેન્ટેન્સ માટે માલદીવ્સ મોકલવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ વોટર એરોડ્રામ ધૂળ ખાઈ રહ્યું છે અને સુરક્ષાકર્મીઓ પણ બેસી રહ્યા છે. સી પ્લેન મેન્ટેનન્સ માટે માલદિવ્સ મોકલાયું ને હજી પરત ફર્યું નથી અને ક્યારે પરત આવશે તેની કોઈ જાણકારી સરકાર દ્વારા આપવામાં આવી ન હતી.

Back to top button