ટોપ ન્યૂઝનેશનલ

BIG BREAKING: મુંબઈથી પશ્ચિમ બંગાળ જઈ રહેલું પ્લેન તોફાનમાં ફસાતા ઈમર્જન્સી લેન્ડિંગ, 40 યાત્રીઓને ઈજા

Text To Speech

મુંબઈ-દુર્ગાપુર સ્પાઈસજેટ ફ્લાઈટ રવિવારે મુંબઈ દુર્ગાપુર જતા અકસ્માતનો ભોગ બની. સ્પાઈસજેટ વિમાનના પાયલટને લેન્ડિંગ દરમિયાન રનવે પર ઉતરતી વખતે ભારે તોફાનનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે 40 જેટલા મુસાફરો ઘાયલ પણ થયા હતા. જેમાંથી 10ની હાલત વધુ ખરાબ છે. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મુંબઈથી દુર્ગાપુર જવા માટે ભરી હતી ઉડાન
સ્પાઇસજેટ એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઇજાગ્રસ્ત મુસાફરોને દુર્ગાપુર પહોંચતાની સાથે જ તાત્કાલિક તબીબી સંભાળ પૂરી પાડવામાં આવી હતી. મળતી માહિતી મુજબ સ્પાઈસ જેટનું આ પ્લેન બોઈંગ B737 હતું. તેણે મુંબઈથી બંગાળના દુર્ગાપુર સ્થિત કાઝી નઝરુલ ઈસ્લામ એરપોર્ટ પર ઉડાન ભરી હતી. જ્યારે પ્લેન લેન્ડ થવાનું હતું ત્યારે તે ગંભીર તોફાનમાં ફસાઈ ગયું. ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન થયેલા આ અકસ્માતમાં પ્લેનમાં સવાર કેટલાય મુસાફરો ઘાયલ થયા હતા.

Back to top button