રશિયન મહિલા મોચીનું જોરદાર અંગ્રેજી સાંભળીને આશ્ચર્યચકિત થઈ; જુઓ વીડિયો
- મોચીએ અદ્ભુત અંગ્રેજી બોલીને રશિયન ઇનફ્લુએન્સરને કરી દંગ
- મારિયાએ ઇન્સ્ટાગ્રામમાં વીડિયો કર્યો શેર
- વીડિયોને અત્યાર સુધીમાં 7 કરોડ વ્યુઝ મળ્યા
મુંબઈ,22 મે: તાજેતરમાં, કોચીના એક ઓટો ડ્રાઇવરે જોરદાર અંગ્રેજી બોલીને ઇન્ટરનેટ પર ઘણી ધૂમ મચાવી હતી. હવે આવો જ એક વીડિયો મુંબઈથી વાઈરલ થયો છે, જેમાં એક મોચીએ અદ્ભુત અંગ્રેજી બોલીને રશિયન સોશિયલ મીડિયા ઇનફ્લુએન્સરને દંગ કરી દીધા છે. મારિયા ચુગુરોવા આ દિવસોમાં ભારતમાં છે. માયાનગરીમાં ફરતી વખતે તેમના ચપ્પલ તૂટી ગયા. પણ જ્યારે તે મોચી પાસે ગયા ત્યારે તેનું કડક અંગ્રેજી સાંભળીને તે દંગ રહી ગયા મારિયાએ તેનો વીડિયો પણ શેર કર્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક રશિયન મહિલા તૂટેલા ચપ્પલ લઈને વિકાસ નામના મોચીની દુકાને પહોંચી છે. વાતચીત દરમિયાન, વિકાસ મહિલાને કહે છે કે તે છેલ્લા 26 વર્ષથી મોચી તરીકે કામ કરે છે. પરંતુ વિકાસે જે રીતે મારિયાને અંગ્રેજીમાં આ બધું કહ્યું તે સાંભળીને દંગ રહી ગઈ. સાથે જ ચપ્પલના સમારકામ માટે માત્ર 10 રૂપિયા લેવામાં આવતાં આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેણીએ વિકાસને કહ્યું, અમારા દેશમાં આવી સેવા ઉપલબ્ધ નથી. ત્યાં તમારે તૂટેલા ચપ્પલ સાથે જ ફરવું પડે. આ પછી, મારિયા પ્રેમથી મોચીનો આભાર માને છે.
મારિયાએ તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘મોચીએ મુશ્કેલ સમયમાં રશિયન કુડીની(છોકરી) મદદ કરી. મારા વિશ્વાસુ સ્લીપરે મને દગો દીધો, પણ સુપરહીરો મોચીએ મને બચાવી.
અહી જુઓ વીડિયો:
View this post on Instagram
આ વીડિયોને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 7 કરોડ વ્યુઝ મળી ચૂક્યા છે, જ્યારે ઘણા યુઝર્સે કોમેન્ટ કરી છે. ઘણા વપરાશકર્તાઓ મોચીના અંગ્રેજીથી પ્રભાવિત થયા હતા, જ્યારે અન્ય તેની પ્રામાણિકતાના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી છે કે, મારિયાએ જે રીતે મોચીનો આભાર માન્યો, તેણે દિલ જીતી લીધું. જ્યારે અન્ય યુઝરે લખ્યું છે, અંકલનું અંગ્રેજી. અન્ય યુઝરે કમેન્ટ કરી છે કે, આ દુકાન દાદરમાં છે.