વર્લ્ડવીડિયો સ્ટોરીસ્પોર્ટસ

પાકિસ્તાની ખેલાડીએ કરાટે ચેમ્પિયન બનતાની સાથે જ બધાને ચોકાવ્યા, તિરંગા અંગે કહ્યું…

Text To Speech
  • દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાઈ કરાટે કોમ્બેટ
  • કરાટે કોમ્બેટ જોવા સલમાન ખાન પણ પહોંચ્યા
  • કરાટે જીત્યા પછી પાકિસ્તાની ખેલાડીએ ત્રિરંગાને આપ્યું સન્માન

દુબઈ, 24 એપ્રિલ: તાજેતરમાં જ દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કરાટે કોમ્બેટ મેચ યોજાઈ હતી. આ મેચમાં ભારતીય ખેલાડી રાણા સિંહ અને પાકિસ્તાની ખેલાડી શાહઝેબ રિંધ સામસામે હતા. બંને વચ્ચે જબરદસ્ત મેચ જામી હતી, મેચના અંતે પાકિસ્તાની ખેલાડી શાહઝેબ રિંધે મેચ 2-1થી જીતી મેળવી હતી. પાકિસ્તાની ખેલાડીએ મેચ જીત્યા પછી જે વાત કહી તેનાથી ત્યાં હાજર દરેકના દિલ જીતી લીધા હતા, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ત્રિરંગાને આપ્યું પાકિસ્તાની ખેલાડીએ સન્માન

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે મેચ જીત્યા બાદ પાકિસ્તાની ખેલાડી શાહઝેબ રિંધ હાથમાં બંને દેશના ઝંડા લઈને એન્કરની નજીક જાય છે. એન્કર તેમને એક પ્રશ્ન પૂછે છે કે, ‘તમે બે ધ્વજ કેમ લઈને આવ્યા છો, આનું કારણ શું છે?’ જવાબમાં શાહઝેબ રિંધ ધ્વજ બતાવે છે અને કહે છે કે, ‘આ ભારતનો ધ્વજ છે અને આ પાકિસ્તાનનો છે. અમે દુશ્મન નથી, આ લડાઈ શાંતિ માટે હતી. રાજકારણને કારણે અમે અલગ છીએ. વધુમાં તેમણે કહ્યું કે, આપણે સાથે રહેવું પડશે. આ ભારત અને પાકિસ્તાનને એકસાથે આવવાની સ્પર્ધા હતી.’

અહીં જૂઓ વીડિયો:

 

પાકિસ્તાન ખેલાડીએ સલમાન ખાનનો માન્યો આભાર

મેચ પુરી થયા પછી પાકિસ્તાની ખેલાડી શાહઝેબ રિંધએ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનો આભાર માનતા જોવા મળે છે . આ દરમિયાન તેમણે કહ્યું, ‘તે બાળપણથી જ સલમાન ખાનની ફિલ્મો જોતો આવ્યો છે. મેચમાં આવવા બદલ તેમનો આભાર.’

આ પણ વાંચો: 17 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર ડી.ગુકેશે કેન્ડિડેટ્સ ચેસ ટૂર્નામેન્ટ જીતીને રચ્યો ઈતિહાસ

Back to top button