ઉત્તર ગુજરાતએજ્યુકેશનકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ગુજરાતની 15 સરકારી યુનિવર્સિટીઓમાં ચાલતા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે GCASની રચના

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 4 મે: શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ કમિશનરની કચેરીના તાબા હેઠળની 15 સરકારી યુનિવર્સિટી અને યુનિવર્સિટી સાથે સંલગ્ન કૉલેજોમાં અન્ડર ગ્રેજ્યુએશન (સ્નાતક), પોસ્ટ ગ્રેજ્યુએશન (અનુસ્નાતક) અને પીએચ.ડી. કક્ષાના ડિગ્રી અભ્યાસક્રમોમાં શૈક્ષણિક વર્ષ 2024-25માં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ‘ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલ -જીકેસ (GCAS)’ની રચના કરવામાં આવેલી છે.

રાજ્યની યુનિવર્સિટીઓમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમોમાં રેગ્યુલર અને એક્સટર્નલ અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫થી gcas.gujgov.edu.in પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

  • GCAS પોર્ટલ પર દર્શાવેલ કોર્સિસની પસંદગી કરી, પ્રવેશપ્રક્રિયા માટે રજિસ્ટ્રેશન કરાવવા માટેનું અનિવાર્ય પ્લેટફોર્મ છે.
  • GCAS પોર્ટલ વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન અને એકથી વધુ યુનિવર્સિટી, કૉલેજ તથા અભ્યાસક્રમો માટે પ્રવેશઅરજી કરવાની સુવિધા પૂરી પાડે છે.
  • રજિસ્ટ્રેશન પછી પ્રવેશપ્રક્રિયાની તમામ કાર્યવાહી વિદ્યાર્થીએ પસંદ કરેલી યુનિવર્સિટીના નિયમાનુસાર થશે.
  • GCAS પોર્ટલ અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષામાં ઉપલબ્ધ છે.

પ્રવેશ અરજી કરવાની પ્રક્રિયા વિશે વધુ માહિતી મેળવવા માટે gcas.gujgov.edu.in/Content/general-instructions-196 ઉપર કિલક કરવું અથવા gcas.gujgov.edu.in પોર્ટલની મુલાકાત લેવી.

વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન સંબંધિત કોઈ પણ પ્રકારની સહાય મેળવવા માટે પોતાની નજીકની સરકારી કે અનુદાનિત કૉલેજ તથા યુનિવર્સિટીના હેલ્પ સેન્ટરનો સંપર્ક કરવાનો રહેશે. રાજ્યમાં ઉપલબ્ધ તમામ હેલ્પ સેન્ટરની માહિતી GCAS પોર્ટલ પર ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: રવિવારે સાંજે ચૂંટણીનો પ્રચાર પડધમ શાંત થશે, જાણો મતદારો માટે કેવી સુવિધા ઉભી કરાઈ

Back to top button