ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્ય પોલીસ વિભાગમાં 12 હજારથી વધુ પોલીસકર્મીઓની ભરતીનું નોટિફિકેશન જાહેર

Text To Speech
  • ગૃહમંત્રી હર્ષ સંઘવીએ X ઉપર કરી જાહેરાત

ગાંધીનગર, 12 માર્ચ : રાજ્યમાં ચૂંટણી પહેલાં સરકારી નોકરીમાં ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. જેમાં પોલીસમાં જોડાવા ઈચ્છુક યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. પોલીસ વિભાગની સૌથી મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકાર 12,472 જગ્યાઓ પર પોલીસ ભરતીઓ બહાર પાડવામાં આવી છે. જેમાં નવા 472 PSIની જગ્યા ભરતી કરવામાં આવશે. જ્યારે 6600 કોન્સ્ટેબલ સહિત SRPની પણ ભરતી કરાશે. જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ પર ભરતી કરાશે, તો SRPFની 1000 પોસ્ટ અને જેલ સિપાહીની 1013 પોસ્ટ પર ભરતી કરાશે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ X ઉપર કરી જાહેરાત

પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ થી લઈ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ સાથે જ એસ.આર.પી.એફ. અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની કુલ 12472 ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઈન અરજીઓ મગાવવામાં આવી છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ‘X’ ટ્વિટ કરીને આ અંગે જાહેરાત કરાઈ છે. તેમણે ‘X’ પર લખ્યું કે, ગુજરાત પોલીસમાં જોડાવા ઈચ્છનાર યુવાનો માટે ખુશખબર ! રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પોલીસમાં કુલ 12,472 જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે. આ માટે ઓનલાઈન અરજી કરીને ગુજરાત પોલીસ સાથે દેશની સેવા માટે જોડાઓ.

4 એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરાશે

વધુમાં આ અંગે જાણવા મળ્યા મુજબ LRD અને PSI સદર્ભે અરજી સ્વીકારવાની શરૂઆત તારીખ 4 એપ્રિલ 2024થી થશે. https://ojas.gujarat.gov.in આ વેબસાઈટ પર અરજી કરી શકાશે. અરજી કરવાની તારીખે વેબસાઈટ પર પબ્લિશ કરાશે. LRD માટે ધોરણ 12 પાસ અને PSI માટે ગ્રેજ્યુએટ હોવું જરુરી છે પણ ભરતી માટે ઉંમર અને યોગ્ય શૈક્ષણિક લાયકાત સાથે જ ભરતી માટેના નિયમો પણ આગામી દિવસોમાં વેબસાઈટ પર મુકવામાં આવશે.

ક્યાં વિભાગમાં કેટલી ભરતી થશે ?

  • બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ) – 315
  • બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા) – 156
  • બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) – 4422
  • બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) – 2178
  • હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) – 2212
  • હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) – 1090
  • હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF)(પુરૂષ) – 1000
  • જેલ સિપોઇ (પુરૂષ) – 1013
  • જેલ સિપોઇ (મહિલા) – 85
  • કુલ ભરતી – 12,472
Back to top button