ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં હવે આ દિવસથી વધશે ગરમીનો પારો, જાણો શું છે હવામાન વિભાગની આગાહી

Text To Speech

હજી પણ ઉનાળાની જોઇએ તેવી સ્થિતિ સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી નથી. ક્યાંક સાઇક્લોનિક સર્ક્યુલેશનના કારણે માવઠું થઈ રહ્યું છે જેના પર આગામી દિવસમાં શું સ્થિતિ રહેશે તેના પર હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતે માવઠું અને વિષમ હવામાન રહેવાની આશંકા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : બેવડી ઋતુએ ચિંતા વધારી ! ગુજરાતમાં કોરોના 241 કેસ નોંધાયા

રાજ્યમાં ઉનાળા અંગે હવામાન કેન્દ્રના વડા ડૉ. મનોરમા મોહંતીએ 24 કલાક સુધી વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી હતી, જે બાદ રાજ્યમાં હવામાન સૂકું રહેવાની વકી તેમણે વ્યક્ત કરી હતી. જેમાં આજે તથા આગામી ત્રણ દિવસ સુધી માવઠાની સંભાવના લગભગ નહીવત છે. રાજ્યના તાપમાનમાં આગામી દિવસોમાં વધારો થશે.

ગરમીનો પારો 'હાઈ'

રાજ્યમાં માવઠાના વિદાય સાથે તાપમાનમાં વધારો થવાની આગાહી પણ ડૉ. મોહંતી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મહત્તમ તથા લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એટલે આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે. આ વચ્ચે 25, 26, 27 અને 28 દરમિયાન રાજ્યમાં હવામાન સાફ રહેવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વાદળછાયું વાતાવરણ અને વરસાદના કારણે તાપમાનનો પારો 40ની નજીક પહોંચ્યા બાદ 35ની આસપાસ પહોંચી ગયો હતો. આગામી 24 કલાકમાં મહત્તમ તાપમાન 2-4 ડિગ્રી વધવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય રાજ્યમાં મોટાભાગના શહેરો/વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 22-24ની આસપાસ નોંધાયું છે.

હવામાન આગાહી -HUMDEKHENGENEWS

બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં એપ્રિલ મહિનાની શરુઆતમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે મે મહિનામાં આંધી અને વંટોળ જેવું વાતાવરણ ઉભું થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે આ વર્ષ દરમિયાન વિષમ હવામાનવાળું વાતાવરણ રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : ગુજરાતના આ જિલ્લામાં દુધાળા પશુઓને રસી આપવાની કામગીરી 96% પૂર્ણ

Back to top button