રાજ્યની પહેલી સરકારી સ્કીન બેન્ક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત્ થઇ છે. જેમાં “ત્વચાનું દાન” સ્વીકારાય છે. તથા સ્કીન ડોનેશન માટે મૃત્યુના છથી આઠ કલાક પછી સ્કીનને હાર્વેસ્ટ કરવી જરૂરી છે. તેમાં ફંગલ-બેક્ટેરિયામુક્ત ત્વચા ત્રણથી પાંચ વર્ષ સાચવી શકાય છે.
આ પણ વાંચો: સુરત: ઓનલાઇન હનીટ્રેપમાં ફસાતા ધો.12ના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
રાજ્યની પહેલી સરકારી સ્કીન બેન્ક બની
નાગરિકોને “ઉત્તમથી સર્વોત્તમ” આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં વિવિધ આરોગ્ય યોજનાઓનો પ્રભાવશાળી રીતે અમલ થઈ રહ્યો છે, સાથે-સાથે સરકારી હોસ્પિટલોમાં વિવિધ સારવાર-સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. આ જ ઉપક્રમમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શરૂ થઈ છે રાજ્યની પહેલી સરકારી સ્કીન બેન્ક.
આ પણ વાંચો: ટોરન્ટ પાવરની બોગસ રસીદ બનાવી ગ્રાહક સાથે છેતરપિંડી
ત્વચાનું પણ દાન અને પ્રત્યારોપણ કરી શકાય
રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે હાલમાં જ સાંસદ રામભાઈ મોકરિયાના હસ્તે આ સ્કીન બેન્કનો શુભારંભ કરાયો હતો. જેનાથી રાજકોટ અને સૌરાષ્ટ્રના બર્ન્સના દર્દીઓ માટે વધુ એક સુવિધા ઉપલબ્ધ થઈ છે. ઉલ્લેખનીય છે કે, ત્વચા (ચામડી) પણ શરીરનું એક અંગ જ છે અને આંખ, લીવર, કિડની, હાર્ટની જેમ હવે ત્વચાનું પણ દાન અને પ્રત્યારોપણ કરી શકાય છે.
વિવિધ મશીનરી અને સંસાધનો રોટરી ક્લબ તરફથી દાનમાં મળ્યા
રાજકોટની પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજ (પી.ડી.યુ.)ના પ્લાસ્ટિક સર્જરી વિભાગના અધ્યક્ષ ડૉ. મોનાલી માકડિયાએ સ્કીન બેન્કની વિગતો આપતાં જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં હાલમાં જ સ્કીન ડોનેશન પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સ્કીન બેન્કની શરૂઆત કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, દાઝી ગયા હોય તેવા દર્દી માટે આ બેન્ક અને અનુદાનિત ત્વચા ખૂબ જ ઉપયોગી બની શકે છે.
આ પણ વાંચો: દેશ વિરોધી પ્રવૃત્તિની આશંકાએ સુરત વાપીમાં NIAના દરોડા
દાઝેલા દર્દીને અન્યની સ્કીન મળે તો તેની બચવાની શક્યતા 40 ટકા વધી જાય છે. આવા દર્દીને બાયોલોજીકલ ડ્રેસિંગના સ્વરૂપમાં આ સ્કીન લગાવી શકાય છે. ટ્રાન્સપ્લાન્ટેડ સ્કીન દર્દીના બળી ગયેલા ટીશ્યૂ, મસલ્સને કવચ તરીકે રક્ષણ આપે છે, અને ઇન્ફેક્શનનું જોખમ પણ ઘટવાની સાથે રીકવરી જલ્દી થાય છે. થોડા સમય બાદ દાઝી ગયેલા દર્દીને નવી સ્કીન આવવા લાગે છે. આ સાથે લગાવવામાં આવેલી સ્કીન નીકળવા લાગે છે. આ સ્કીન બેન્ક માટેની વિવિધ મશીનરી અને સંસાધનો રોટરી ક્લબ તરફથી દાનમાં મળ્યા છે.