ચૂંટણી 2022
Trending

ભાજપ સૌથી ખર્ચાળ પાર્ટી:BJPએ 5 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં 252 કરોડ રૂપિયા ખર્ચ્યા, બંગાળમાં TMC આગળ રહી

ભારતીય જનતા પાર્ટી(BJP)એ આ વર્ષે આસામ, પુડુચેરી, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કેરળમાં થયેલી વિધાનસભાની ચૂંટણીઓના પ્રચારમાં 252 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. એની સરખામણીમાં એકલા બંગાળમાં જ પાર્ટીએ 151 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસે આપેલી માહિતી મુજબ, તેણે પશ્ચિમ બંગાળમાં ભાજપથી વધુ એટલે કે 154.28 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

પુડુચેરીમાં માત્ર 4.79 કરોડ રૂપિયા ખર્ચ કર્યા
ચૂંટણી આયોગને આપવામાં આવેલી ખર્ચની માહિતી મુજબ BJPએ 5 રાજ્યની ચૂંટણીના પ્રચારમાં 252 કરોડ 2 લાખ 71 હજાર 753 રૂપિયા ખર્ચ કર્યા છે. એમાંથી તેણે 43.81 કરોડ રૂપિયા અને પુડુચેરીમાં 4.79 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. એમાંથી આસામમાં તેણે 43.81 કરોડ રૂપિયા અને પુડુચેરીમાં 4.79 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. તામિલનાડુમાં પાર્ટીએ 22.97 કરોડ રૂપિયા અને કેરળમાં પાર્ટીએ 29.94 કરોડ રૂપિયા ખર્ચ કર્યા.

બંગાળમાં પ્રથમ વખત બની મુખ્ય વિપક્ષી પાર્ટી
બંગાળમાં આટલો ખર્ચ કર્યા પછી પણ BJP મમતા બેનર્જીને સત્તામાં આવતાં ન રોકી શકી. અહીં તૃણમૂલ કોંગ્રેસ(TMC) સતત ત્રીજી વખત સરકાર બનાવવામાં સફળ રહી. જોકે BJP માટે મહત્ત્વની વાત એ રહી કે તે પ્રથમ વખત મુખ્ય વિપક્ષ બનવામાં સફળ રહી છે. અહીં ડાબેરી પક્ષો અને કોંગ્રેસને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

આસામમાં બીજી વખત મળી સત્તા, પુડુચેરીમાં પણ બનાવી સરકાર
આસામમાં ભાજપે બીજી વખત સત્તા મેળવી છે. પ્રથમ વખત પુડુચેરીમાં પાર્ટી ગઠબંધનની સરકાર બનાવવામાં સફળ રહી છે. અહીં કોંગ્રેસે સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો. તામિલનાડુમાં ભાજપને માત્ર 2.6 ટકા વોટ મળ્યા. દક્ષિણના આ રાજ્યમાં દ્વવિડ મુન્નેત્ર કઝગમે(DMK) તેના કટ્ટર હરીફ ઓલ ઈન્ડિયા અન્ના દ્રાવિડ મુન્નેત્ર કઝગમ(AIADMK) પાસેથી સત્તા છીનવવામાં સફળ રહી. અહીં ભાજપ અને AIADMK મળીને ચૂંટણી લડી રહ્યાં હતાં. કેરળમાં એક વખત ફરી લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ(LDF) તેની સત્તા બચાવવામાં સફળ રહ્યું છે. અહીં ભાજપને કોઈ ખાસ સફળતા મળી નથી. કોંગ્રેસ પણ સત્તામાં પરત ફરવાનું સપનું પૂરું કરી શકી નથી.

Back to top button