Samsungની આ લોકપ્રિય મેસેજિંગ એપ બંધ, જુલાઈથી નહીં કરી શકો ઉપયોગ

Tech News: સેમસંગે તેની જૂની મેસેજિંગ એપ Samsung Messages બંધ કરવાની તારીખ નક્કી કરી દીધી છે. કંપની હવે યુઝર્સને Google Messages પર સ્વિચ કરવા માટે વિનંતી કરી રહી છે. નવા ગેલેક્સી ડિવાઈસમાં પહેલેથી જ ગૂગલ મેસેજીસ ડિફોલ્ટ એપ તરીકે સામેલ છે. આ ફેરફારને મેસેજિંગ સિસ્ટમને વધુ આધુનિક અને કાર્યક્ષમ બનાવવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે.
જુલાઈ 2026 થી બંધ થશે સેમસંગ મેસેજ
સેમસંગે તેની સપોર્ટ વેબસાઇટ પર જાહેરાત કરી છે કે જુલાઈ 2026 સુધીમાં સેમસંગ મેસેજીસ સંપૂર્ણપણે બંધ થઈ જશે. ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ યુઝર્સને એપ્લિકેશનમાં સૂચનાઓ મળતી રહેશે. એન્ડ્રોઇડ 11 કે તેથી વધુ જૂના વર્ઝન પર ચાલતા ઉપકરણો પર આ ફેરફારની અસર થશે નહીં. નવા સ્માર્ટફોન અને ટેબ્લેટ હવે સેમસંગ મેસેજીસ સાથે પહેલેથી ઇન્સ્ટોલ કરેલા નથી અને તેના બદલે ગૂગલ મેસેજીસને ડિફોલ્ટ બનાવવામાં આવ્યું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ગૂગલ મેસેજીસ નવી ડિફોલ્ટ એપ્લિકેશન કેવી રીતે બનશે
કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આગળ જતાં બધા ગેલેક્સી ડિવાઇસ પર મેસેજિંગ માટે ગૂગલ મેસેજનો ઉપયોગ કરવામાં આવશે. યુઝર્સને તેને ડિફોલ્ટ SMS એપ્લિકેશન તરીકે સેટ કરવાની જરૂર પડશે. આ કરવા માટે એપ્લિકેશન ખોલતી વખતે એક પ્રોમ્પ્ટ દેખાશે, જેમાં Set default SMS appનો વિકલ્પ આપવામાં આવશે. આ વિકલ્પ પસંદ કરીને યુઝર્સ સરળતાથી સ્વિચ કરી શકે છે. સેમસંગે એ પણ ખાતરી આપી છે કે જૂના સંદેશાઓ અને સંપર્કોને સ્માર્ટ સ્વિચ અથવા ગૂગલ ડ્રાઇવ દ્વારા ટ્રાન્સફર અથવા સિંક કરી શકાય છે, જેનાથી ડેટાનું નુકસાન થતું અટકાવી શકાય છે.
જૂના ઉપકરણો અને યુઝર્સ પર શું અસર પડશે?
સેમસંગના આ નિર્ણયથી ખાસ કરીને જૂના ડિવાઈઝ યુઝર્સ પર અસર થશે. જૂના સેમસંગ ગેલેક્સી વોચ મોડેલ, ખાસ કરીને જે Tizen OS વાળા, ગૂગલ મેસેજીસને સપોર્ટ કરતા નથી. તેથી સેમસંગ મેસેજીસને અક્ષમ કર્યા પછી, આ ડિવાઈસ પર મેસેજ હિસ્ટ્રી સંપૂર્ણપણે નહીં દેખાય. જો કે યુઝર્સ મૂળભૂત મેસેજીસ મોકલી અને વાંચી શકશે. 2022 પહેલા લોન્ચ થયેલા કેટલાક ડિવાઇસમાં RCS સર્વિસમાં પણ સમસ્યા આવી શકે છે. આ ઉપરાંત સેમસંગ મેસેજ બંદ થયા બાજ સામાન્ય મેસેજ મોકલવા શક્ય નહીં હોય, માત્ર ઈમરજન્સી કોન્ટેક્ટ કે સર્વિસ માટે જ તેનો ઉપયોગ કરી શકાશે.
આ પણ વાંચોઃ દિલ્હીની વિધાનસભામાં મોટી સુરક્ષા ચૂક, અજાણી કાર ગેટ તોડીને અંદર ઘૂસી












