ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ઈંગ્લેન્ડ પ્રવાસમાં ભારતીય ટીમમાં થયા બે મોટા બદલાવ, રિપ્લેસમેન્ટની જાહેરાત

લંડન, તા. 19 જૂન, 2025: બીસીસીઆઈએ ઈંગ્લેન્ડ અંડર-19 ટીમ સામેની શ્રેણી પહેલાં ભારતીય અંડર-19 ટીમમાં બે મોટા ફેરફાર કર્યા છે. ભારતીય ટીમના બે ખેલાડી આદિત્ય રાણા અને ખિલન પટેલ ઈજાને કારણે ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર થઈ ગયા છે. બીસીસીઆઈએ તેમની જગ્યાએ ડી દીપેશ અને નમન પુષ્પકનો ટીમમાં સમાવેશ કર્યો છે. દીપેશ અને નમન પ્રવાસ માટેની સ્ટેન્ડબાય યાદીમાં સામેલ હતા.

બીસીસીઆઈએ જણાવ્યું હતું કે, જુનિયર ક્રિકેટ કમિટીએ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે આદિત્ય રાણા અને ખિલન પટેલના સ્થાને ટીમમાં રિપ્લેસમેન્ટ તરીકે ડી દીપેશ અને નમન પુષ્પકની પસંદગી કરી છે.

ટીમ ઈન્ડિયા અંડર-19નો ઈંગ્લેન્ડ પ્રવાસનો સંપૂર્ણ શેડ્યૂલ

ભારતીય અંડર-19 ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ 24 જૂનથી શરૂ થશે. ભારતીય ટીમ 24 જૂને 50 ઓવરનો વોર્મ-અપ મેચ રમશે. આ પછી 27 જૂનથી ઈંગ્લેન્ડ અંડર-19 સામે વનડે શ્રેણીની શરૂઆત થશે. ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે 5 વનડે મેચ રમવાની છે.

પ્રથમ મેચ: 27 જૂન

બીજી મેચ: 30 જૂન

ત્રીજી મેચ: 2 જુલાઈ

ચોથી મેચ: 5 જુલાઈ

પાંચમી મેચ (આખરી): 7 જુલાઈ

આ પ્રવાસમાં આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રે રમતા જોવા મળશે. આ પ્રવાસ પર ભારતીય ટીમની કમાન આયુષ સંભાળશે.

આ પછી બંને ટીમો વચ્ચે બે મલ્ટી-ડે મેચોની શ્રેણી રમાશે.

પ્રથમ મલ્ટી-ડે મેચ: 12 થી 15 જુલાઈ

બીજી અને આખરી મલ્ટી-ડે મેચ: 20 થી 23 જુલાઈ

ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાનો અંડર-19 સ્ક્વોડ

આયુષ મ્હાત્રે (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા, મૌલ્યરાજસિંહ ચાવડા, રાહુલ કુમાર, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર અને ઉપ-કેપ્ટન), હરવંશ સિંહ (વિકેટકીપર), આર.એસ. અમ્બ્રિશ, કનિષ્ક ચૌહાણ, હેનિલ પટેલ, યુધાજીત ગુહા, પ્રણવ રાઘવેન્દ્ર, મોહમ્મદ એનાન, અનમોલજીત સિંહ, ડી દીપેશ, નમન પુષ્પક

સ્ટેન્ડબાય ખેલાડીઓ: વેદાંત ત્રિવેદી, વિકલ્પ તિવારી, અલક્રિન્થ રપોલ (વિકેટકીપર).

આ પણ વાંચોઃ  એસીબી ટ્રેપઃ વેરાવળમાં મરેજ સર્ટિ કઢાવવા રૂ.7300ની લાંચ માગતો પટ્ટાવાળો ઝડપાયો

Back to top button