T20 World Cup 2024 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિતની કેપ્ટનશિપમાં રમશે આ ખેલાડીઓ
નવી દિલ્હી, 30 એપ્રિલ: લાંબા સમયની આતુરતાનો અંત આવ્યો છે. T20 World Cup 2024 માટે ભારતીય ટીમનું એલાન થઈ ચૂક્યું છે. અપેક્ષા મુજબ ટીમ ઈન્ડિયાની કપ્તાની રોહિત શર્મા કરી રહ્યો છે, જ્યારે IPLમાં ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા હાર્દિક પંડ્યા કૉ-કેપ્ટન છે. જો કે, કેએલ રાહુલનું વર્લ્ડ કપમાં પત્તું કપાયું છે, જ્યારે રિષભ પંત અને સંજુ સેમસન બે વિકેટકીપર છે. રોહિત શર્માની ઓપનિંગ પાર્ટનર યશસ્વી જયસ્વાલ હશે, જ્યારે રિપોર્ટ પ્રમાણે વિરાટ કોહલી ત્રીજા નંબર પર જોવા મળશે. એવું માનવામાં આવતું હતું કે IPLમાં તેના પરફોર્મન્સને જોતા હાર્દિક પંડ્યાને ટીમમાં સામેલ કરાશે નહીં, પરંતુ એવું થયું નહીં. પસંદગીકારોએ તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
🚨India’s squad for ICC Men’s T20 World Cup 2024 announced 🚨
Let’s get ready to cheer for #TeamIndia #T20WorldCup pic.twitter.com/jIxsYeJkYW
— BCCI (@BCCI) April 30, 2024
ગિલ અને કેએલ રાહુલનું કપાયું પત્તું
બીજી તરફ શુભમન ગિલ અને કેએલ રાહુલ જેવા મોટા નામ આ ટીમમાં સામેલ નથી. ટીમ પર નજર કરીએ તો રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ સિવાય સંજુ સેમસન, વિરાટ કોહલી બે એવા ખેલાડી છે જે ઓપનિંગ કરી શકે છે. સૌથી ખાસ વાત એ કે ભારત 05 જૂન, 2024ના રોજ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આયર્લેન્ડ સામે તેના વર્લ્ડ કપની જંગનો આગાઝ કરશે, ત્યારબાદ 09 જૂન, 2024ના રોજ આ જ સ્થળે પાકિસ્તાન સામે રોમાચંક મેચ રમશે. આ પછી ભારત ક્રમશઃ 12 અને 15 જૂને યુએસએ અને કેનેડા સામે રમશે.
ટીમમાં હાર્દિક પંડ્યા ઉપરાંત શિવમ દુબે ઓલરાઉન્ડર તરીકે છે. ચેન્નઈ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડરે IPL 2024માં જબરદસ્ત પ્રદર્શન કર્યું છે, જ્યારે સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા છે. જસપ્રિત બુમરાહના નેતૃત્વમાં અરશદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ ફાસ્ટ બોલર તરીકે જોવા મળશે. જો મોહમ્મદ શમી ઈજાગ્રસ્ત છે તો ટીમ ઈન્ડિયાના પસંદગીકારો પાસે વધુ વિકલ્પ નહોતો. જોકે, અવેશ ખાન અને ખલીલ અહેમદ નિશ્ચિતપણે રિઝર્વ ખેલાડીઓની યાદીમાં છે.
T-20 વર્લ્ડ કપ-20 માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન)
હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન)
યશસ્વી જયસ્વાલ
વિરાટ કોહલી
સૂર્યકુમાર યાદવ
રિષભ પંત (વિકેટકીપર)
સંજુ સેમસન (વિકેટકીપર)
શિવમ દુબે
રવિન્દ્ર જાડેજા
અક્ષર પટેલ
કુલદીપ યાદવ
યુઝવેન્દ્ર ચહલ
અર્શદીપ સિંહ
જસપ્રીત બુમરાહ
મોહમ્મદ સિરાજ
T20 વર્લ્ડ કપ-20 માટે ભારતના રિઝર્વ ખેલાડીઓ
શુભમન ગિલ
રિંકુ સિંહ
ખલીલ અહેમદ
અવેશ ખાન
આ પણ વાંચો: ભારતને વર્લ્ડ કપ જીતાડનાર Gary Kirsten બન્યા પાકિસ્તાનના કોચ, જેસન ગિલેસ્પીને પણ મોટી જવાબદારી મળી