IPL-2024ટ્રેન્ડિંગસ્પોર્ટસ

રોહિત શર્મા ક્યારે કહેશે ક્રિકેટને અલવિદા? હિટમેને નિવૃત્તિ પર આપ્યું મોટું નિવેદન

Text To Speech
  • રોહિત શર્માએ કહ્યું કે, ‘હું અત્યારે સારું રમી રહ્યો છું, તેથી આગામી કેટલાક વર્ષો સુધી ક્રિકેટ રમવાનું ચાલુ રાખવાનું વિચારી રહ્યો છું… હું વર્લ્ડ કપ જીતવા માંગુ છું’

HD ન્યૂઝ ડેસ્ક, 12 એપ્રિલ: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા લગભગ 37 વર્ષના થઈ ગયા છે. આથી, રોહિત શર્માની નિવૃત્તિ અંગે સતત અટકળો ચાલી રહી છે, લોકોના મનમાં પ્રશ્નો થઈ રહ્યા છે કે હિટમેન ક્યાં સુધી ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે? રોહિત શર્મા ક્યારે કહેશે ક્રિકેટને અલવિદા? આવા બધા સવાલોના જવામાં રોહિત શર્માએ ગૌરવ કપૂરના શો બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયનમાં વાતવાતમાં તેમની આગળની ઈચ્છા વ્યક્ત કરી છે. ચાલો જાણીએ કે રોહિત શર્મા હવે તેમની ક્રિકેટ કારકિર્દીમાં શું કરવા માંગે છે.

હું વર્લ્ડ કપ જીતવા માંગુ છું: રોહિત શર્મા

ગૌરવ કપૂરના શો બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયનમાં રોહિત શર્માએ કહ્યું કે, ‘હું અત્યારે સારું રમી રહ્યો છું, તેથી હું આગામી કેટલાક વર્ષો સુધી ક્રિકેટ રમવાનું ચાલુ રાખવાનું વિચારી રહ્યો છું… હું વર્લ્ડ કપ જીતવા માંગુ છું, આ પહેલા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 રમવાની છે, મને લાગે છે કે ભારત ચોક્કસપણે જીતવામાં સફળ રહેશે.’

તાજેતરમાં જ રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમને ODI વર્લ્ડ કપની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ટાઈટલ મેચમાં રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમને હરાવી હતી.

રોહિત શર્માનું કરિયર કેવું રહ્યું?

59 ટેસ્ટ મેચો સિવાય રોહિત શર્માએ 262 ODI અને 151 T20 મેચમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ સિવાય તેમણે IPLની 248 મેચ રમી છે. રોહિત શર્માએ ટેસ્ટ ફોર્મેટમાં 45.47ની એવરેજથી 4138 રન બનાવ્યા છે, જેમાં 12 સદી ઉપરાંત તેમણે 17 વખત પચાસ રનનો આંકડો પાર કર્યો છે. ODI ફોર્મેટમાં રોહિત શર્માએ 49.12ની એવરેજથી 10709 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં હિટમેનના નામે 31 સદી અને 55 અર્ધસદી અને ત્રણ વખત બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ છે.

આ પણ વાંચો: ‘ક્રિકેટર હાર્દિક પંડ્યા ભાજપમાં જોડાયા’, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ; જાણો શું છે સત્ય?

Back to top button