ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

બાળકોને શીખવો શિસ્તના પાઠ, સંસ્કારી બનશે તમારું બાળક

Text To Speech
  • જે બાળકો શિસ્તમાં રહે છે તે જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરે છે. બાળકો જેમ જેમ મોટા થતા જાય છે તેમ તેમ તેમને શિસ્તના પાઠ ભણાવવા મુશ્કેલ બની જાય છે

દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમનું બાળક સંસ્કારી બને. જે બાળકો શિસ્તમાં રહે છે તે જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરે છે. બાળકો જેમ જેમ મોટા થતા જાય છે તેમ તેમ તેમને શિસ્તના પાઠ ભણાવવા મુશ્કેલ બની જાય છે. જો બાળકો પર સમયસર ધ્યાન આપવામાં ન આવે તો તેઓ શિસ્ત શીખી શકતા નથી. બાળકોને શિસ્તબદ્ધ રાખવાની જવાબદારી દરેક માતા-પિતાની છે. બાળકોને શિસ્ત શીખવવી એ શિક્ષકોની સાથે સાથે માતા પિતાની પણ ફરજ છે. તમે તમારા બાળકોને શિસ્તના પાઠ શીખવીને તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકો છો.

નિયમો અને દિનચર્યા બનાવો

બાળકો માટે સ્પષ્ટ નિયમો અને દિનચર્યા બનાવો. તેમને જણાવો કે તેમની પાસેથી શું અપેક્ષા રાખવામાં આવે છે અને ખોટી વર્તણૂક માટે શું પરિણામ આવશે. તમારી દિનચર્યામાં સમયસર જાગવું, નાસ્તો કરવો, સ્કૂલ જવું, હોમવર્ક કરવું, સમયસર સૂવું વગેરેનો સમાવેશ કરો. ઉંમર પ્રમાણે નિયમો બનાવો અને ધીમે ધીમે તેને બદલતા રહો.

સારા કામ માટે પ્રશંસા કરો

જ્યારે તમારા બાળકો સારું વર્તન કરે છે, ત્યારે તેમની પ્રશંસા કરો અને ઈનામ આપો. તેનાથી તેમને સારો વ્યવહાર કરવા પ્રોત્સાહન મળશે. બાળકોની પ્રશંસા એ પણ ઘણી વખત તેમના માટે પુરસ્કાર બની જાય છે.

parenting6

ભૂલ પર થોડા કડક બનો

જ્યારે તમારા બાળકો ખોટું વર્તન કરે છે, ત્યારે તેમને ઉચિત નકારાત્મક પરિણામો ભોગવવા દો. પરિણામ ઉંમર અને ભૂલની ગંભીરતા પ્રમાણે હોવા જોઈએ. નકારાત્મક પરિણામોમાં ટાઈમ-આઉટ, વિશેષાધિકારો છીનવી લેવા અથવા વધારાના કામનો સમાવેશ થઈ શકે છે.

સારા રોલ મોડલ બનો

બાળકો તેમના માતાપિતા અને તેમની સંભાળ રાખનાર લોકો પાસેથી શીખે છે. જો તમે
ખુદ ડિસિપ્લિનમાં નહીં રહેતા હો તો, તમારા બાળકો પણ શિસ્તમાં નહીં રહે. હંમેશા તમારા બાળકોની સામે યોગ્ય વર્તન કરો અને નિયમોનું પાલન કરો.

ધીરજ રાખો

બાળકોને શિસ્ત શીખવવામાં સમય અને ધીરજ લાગે છે. તેમનાથી ભૂલો થશે જ, તે અપેક્ષિત છે અને તેમને ભૂલમાંથી શીખવામાં મદદ કરો. તમારા પ્રયત્નોમાં હાર ન માનો.

આ પણ વાંચોઃ જેઠાલાલે શો છોડવાની આપી હતી ધમકી: મેકર્સે અભિનેતા પર ફેંકી હતી ખુરશી

Back to top button