ટ્રેન્ડિંગમનોરંજન

જેઠાલાલે શો છોડવાની આપી હતી ધમકી: મેકર્સે અભિનેતા પર ફેંકી હતી ખુરશી

Text To Speech
  • અન્ય કલાકારોએ સોહેલ રહેમાનીના વર્તનને કારણે તેનો બહિષ્કાર કર્યો હતો

મુંબઈ, 22 મે 2024, દિલીપ જોશી ટીવીની દુનિયાનું એક મોટું નામ છે. તારક મહેતા શોથી ફેમસ થનાર દિલીપ જોશીએ એકવાર શો છોડવાની ધમકી આપી હતી. આવું કેમ થયું તેનો ખુલાસો રોશની સોઢી એટલે કે જેનિફર મિસ્ત્રી બંસીવાલે કર્યો છે જેણે હાલમાં સિરિયલ છોડી દીધી છે.

દિલીપ જોશી અને સોહિલ વચ્ચે જોરદાર દલીલ થઈ

વર્ષ 2008માં શરૂ થયેલો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો ખુબ લાંબા સમયથી ચાલુ છે પરંતુ છતાં દર્શકોનો મનગમતો શો છે. તેના કલાકારો ઘેર ઘેર લોકપ્રિય છે. શોમાં અનેક જૂના કલાકારોની વિદાય થઈ પરંતુ આમ છતાં દર્શકો હજુ પણ આ શો એટલા જ મનથી જુએ છે. શોમાં મિસિસ રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવી ચૂકેલી અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ હવે સિરીયલમાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલિપ જોશી વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેનિફર મિસ્ત્રીએ કહ્યું કે એકવાર દિલીપ જોશીએ પણ સિરિયલ છોડવાની ધમકી આપી હતી. દિલીપ જોશીની એક વખત સોહેલ રહેમાની સાથે મોટી લડાઈ થઈ હતી. સોહિલ આ શોનો ઓપરેશનલ હેડ છે. એકવાર શોના સેટ પર દિલીપ જોશી અને સોહિલ વચ્ચે જોરદાર દલીલ થઈ અને મામલો એટલો વધી ગયો કે સોહિલે દિલીપ જોશી પર ખુરશી ફેંકી દીધી હતી.

સોહેલને દિલીપ જોશીથી દૂર રાખવામાં આવ્યો હતો

જ્યારે સોહેલે દિલીપ જોશી તરફ ખુરશી ફેંકી ત્યારે અભિનેતા તેના વર્તનથી ખૂબ ગુસ્સે થઈ ગયો હતો અને તેણે આ ગેરવર્તણૂક પર કહ્યું હતું કે જો સોહેલ ‘તારક મહેતા…’ના પ્રોજેક્ટ સાથે જોડાયેલો રહેશે તો તે શો છોડી દેશે. આ પછી જેનિફરે કહ્યું કે સોહેલને દિલીપ જોશીથી દૂર રાખવામાં આવ્યો અને આવું બે વર્ષ સુધી થયું. એટલું જ નહીં પરંતુ અન્ય કલાકારોએ પણ સોહેલ રહેમાનીના વર્તનને કારણે તેનો બહિષ્કાર કર્યો હતો.

આ પણ વાંચો..જામનગર બાદ હવે ક્યાં અને ક્યારે યોજાશે અનંત અને રાધિકાનું બીજું પ્રી-વેડિંગ ?

Back to top button