ટ્રમ્પના વીડિયોમાંથી ટેલર સ્વિફ્ટનું ‘ઓગસ્ટ’ સોંગ ગાયબ! ટિકટોક પર ‘સાઉન્ડ નોટ એવેલેબલ’ બતાવતા ફેન્સમાં ભારે ચર્ચા

Taylor Swift Songs Removed Trump TikTok: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્હાઇટ હાઉસ સાથે જોડાયેલા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વિવિધ વીડિયોમાંથી ગ્લોબલ પોપ આઇકોન ટેલર સ્વિફ્ટના પોપ્યુલર ગીતો દૂર કરવામાં આવ્યા છે. રાજકીય પ્રચાર અને પોસ્ટ્સમાં પોતાની પરવાનગી વગર ગીતોના વારંવાર ઉપયોગ બાદ આ પગલું ભરવામાં આવ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે.
વાયરલ ટિકટોક ક્લિપમાંથી ‘ઓગસ્ટ’ સોંગ ગાયબ
તાજેતરનો કિસ્સો ‘ટીમ ટ્રમ્પ’ ટિકટોક એકાઉન્ટ પરથી સામે આવ્યો છે, જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પના ફટાકડા જોતા એક વીડિયોમાં સ્વિફ્ટના 2020 ના હિટ આલ્બમ ‘ફોકલોર’નું ચર્ચિત ગીત ‘ઓગસ્ટ’ બેકગ્રાઉન્ડમાં વાગતું હતું. આ વીડિયો પર ‘મૂડ સારો છે કારણ કે ઓગસ્ટ મહિનો છે અને ડોનાલ્ડ ટ્રમ્પ તમારા રાષ્ટ્રપતિ છે’ તેવું લખાણ લખવામાં આવ્યું હતું. કેપ્શનમાં લખાયું હતું કે, “મને ખાતરી છે કે ટેલર સ્વિફ્ટ એ જાણીને ખૂબ જ ઉત્સાહિત થશે કે અમે તેના ગીતનો ઉપયોગ કર્યો છે!”
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
યુઝર્સની પ્રતિક્રિયા અને ઓડિયો મ્યુટ
શુક્રવાર, 7 ઓગસ્ટના રોજ ટિકટોક યુઝર્સે ધ્યાન દોર્યું કે તે વીડિયોમાંથી ગીત હટાવી દેવામાં આવ્યું છે અને ત્યાં “આ અવાજ ઉપલબ્ધ નથી” નો સંદેશ બતાવી રહ્યો છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનો પૂર આવ્યો હતો. એક યુઝરે લખ્યું, “ટેલરે ઓડિયો કાઢી નાખ્યો!”, જ્યારે અન્ય એકે કોમેન્ટ કરતા કહ્યું, “માફ કરશો, તે શું હતું? મને ગીત સંભળાતું નથી.” જોકે, આ મુદ્દે ટેલર સ્વિફ્ટ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
અન્ય હિટ ગીતો પર પણ વાગ્યો કાતરનો ઘા
‘ઓગસ્ટ’ સિવાય પણ સ્વિફ્ટના અન્ય ગીતો ટ્રમ્પ સમર્થિત એકાઉન્ટ્સમાંથી દૂર કરાયા છે. રિપોર્ટ્સ અનુસાર, નવેમ્બર 2025 માં પોસ્ટ કરાયેલ 14 મિલિયન ફોલોઅર્સ ધરાવતા ‘ટીમ ટ્રમ્પ’ એકાઉન્ટ પરનું ‘ફાધર ફિગર’ ગીત ધરાવતો વીડિયો પણ હવે મ્યુટ થઈ ગયો છે. આ ઉપરાંત, વ્હાઇટ હાઉસના અધિકૃત ટિકટોક પેજ પરથી ‘ધ ફેટ ઓફ ઓફેલિયા’ ગીત ધરાવતી ક્લિપ પણ ગાયબ કરી દેવામાં આવી છે.












