ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાયબર સેલનું સમન્સ, IPLના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સંબંધિત કેસ

  • તમન્ના ભાટિયાને 29 એપ્રિલે સાયબર સેલ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું

મુંબઈ,25 એપ્રિલ: મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા ફેરપ્લે એપ(Fairplay App) પર IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગના સંબંધમાં અભિનેત્રી તમન્ના ભાટિયાને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે, જેના કારણે વાયાકોમને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. તમન્ના ભાટિયાને 29 એપ્રિલે મહારાષ્ટ્ર સાયબર સેલ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આ સંબંધમાં અભિનેતા સંજય દત્તને પણ 23 એપ્રિલે સમન્સ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ તે તેમની સમક્ષ હાજર થયા ન હતા. તેના બદલે તેમણે પોતાનું નિવેદન નોંધવા માટે તારીખ અને સમય માંગ્યો હતો અને કહ્યું હતું કે, તે તારીખે તે ભારતમાં ન હતા. આ પહેલા સાયબર સેલ ગાયક બાદશાહ, દત્ત અને જેકલીન ફર્નાન્ડીઝના મેનેજરના નિવેદનો નોંધી ચૂકી છે.

 

મહત્ત્વપૂર્ણ છે કે, મહારાષ્ટ્ર સાયબર સેલે વાયાકોમની ફરિયાદ પર ફેરપ્લે એપ વિરુદ્ધ FIR દાખલ કરી હતી. આ કેસમાં અભિનેત્રી તમન્ના ભાટિયાએ ફેરપ્લેનો પ્રચાર કર્યો હતો. સાયબર પોલીસ તમન્ના ભાટિયા પાસેથી એ જાણવા માંગે છે કે, ફેરફ્લેને પ્રમોટ કરવા માટે કોણે તેમનો સંપર્ક કર્યો હતો? કેટલું પેમેન્ટ કર્યું હતું? કોણે કર્યું હતું? વગેરે વગેરે. વાયાકોમે ફરિયાદમાં દાવો કર્યો છે કે, ફેરપ્લેએ IPL 2023ની ગેરકાયદેસર રીતે સ્ક્રીનિંગ કરી હતી અને તેનું નુકસાન તેમને ભોગવવું પડ્યું હતું.

ફેરપ્લે બેટિંગ એપ શું છે?

ફેરપ્લેએ એક સટ્ટાબાજીનું પ્લેટફોર્મ છે જે વિવિધ પ્રકારની રમતો અને મનોરંજન પર જુગારની તક આપે છે. એપની વેબસાઈટ અનુસાર, ફેરપ્લે પર ક્રિકેટ સૌથી વધુ પસંદ કરવામાં આવતી રમત છે, ત્યારબાદ ફૂટબોલ અને ટેનિસ આવે છે. વેબસાઇટ અનુસાર, ખેલાડીઓ માટે “એક જ સમયે જોવું અને જીતવું” સરળ બનાવવા માટે તમામ સ્પોર્ટ્સ મેચો ફેરપ્લે પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવે છે.

મહાદેવ ઓનલાઈન એપ સાથે શું કનેક્શન છે?

ફેરપ્લે એ મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશનની સહાયક એપ્લિકેશન છે. જે ક્રિકેટ, પોકર, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ કાર્ડ ગેમ્સ અને ચાન્સ ગેમ્સ જેવી વિવિધ લાઈવ ગેમ્સમાં ગેરકાયદેસર સટ્ટાબાજી માટેનું પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે. મહાદેવ સટ્ટાબાજી એપ ગયા વર્ષે ચર્ચામાં રહી હતી જ્યારે એપની જાહેરાતોમાં દેખાતા અભિનેતા રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.

આ પણ જુઓ: સોશિયલ મીડિયા પર નવો ટ્રેન્ડ: કીબોર્ડના બે અક્ષરો વચ્ચે બની રહ્યા છે મીમ્સ, જાણો શું છે?

Back to top button