ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

આયુષના અભ્યાસક્રમો કરવા ઇચ્છુક વિદેશી નાગરિકો માટે શિષ્યવૃત્તિ પ્રક્રિયા શરૂ

Text To Speech
  • આંતરરાષ્ટ્રીય સ્તરે આયુષની સ્વીકૃતિને પરિણામે ભારતીય સંસ્થાઓમાં અભ્યાસ કરવા માટે વિદેશી વિદ્યાર્થીઓની માંગમાં વધારો થયો

નવી દિલ્હી, 8 મે: ભારત સરકારના વિદેશ મંત્રાલયના ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) દ્વારા આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી (આયુષ)ના વિવિધ અભ્યાસક્રમોને કરવા માટે ઇચ્છુક વિદેશી નાગરિકો માટે શિષ્યવૃત્તિ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે  આંતરરાષ્ટ્રીય સ્તરે આયુષની સ્વીકૃતિને પરિણામે ભારતીય સંસ્થાઓમાં અભ્યાસ કરવા માટે વિદેશી વિદ્યાર્થીઓની માંગમાં વધારો થયો છે. આયુષ મંત્રાલય તેના ‘આંતરરાષ્ટ્રીય ફેલોશિપ પ્રોગ્રામ’ હેઠળ ભારતની અગ્રણી સંસ્થાઓમાં આયુષ ડિગ્રી અભ્યાસક્રમો હાથ ધરવા માટે પાત્ર વિદેશી નાગરિકોને નાણાકીય સહાય આપી રહી છે.

આયુર્વેદ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથીમાં અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કરવા માંગતા વિદેશી નાગરિકોને શિષ્યવૃતિ ઓફર કરવામાં આવી રહી છે તેમજ યોગમાં bsc, આયુર્વેદ-યુનાનીમાં પીએચડી કરવા માંગતા ઉમેદવારોને શિષ્યવૃતિ ઓફર કરવામાં આવી રહી છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓએ A2A પોર્ટલ – દેશ ન્યુઝીલેન્ડ પર ઉપલબ્ધ ઓનલાઈન અરજી ભરવાની રહેશે. અરજીઓ યોગ્ય રીતે ભરીને તમામ સહાયક દસ્તાવેજો ઑનલાઇન સબમિટ કરવાના રહેશે. બધા દસ્તાવેજોની પ્રમાણિત નકલો અંગ્રેજી અનુવાદો સાથે ઑનલાઇન સબમિટ કરવાની રહેશે.

અરજી કરો: www.https://a2ascholarships.iccr.gov.in/ 

પસંદગી પ્રક્રિયા શું છે?

સ્કોલરશિપ ત્યારે જ આપવામાં આવશે જ્યારે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) દ્વારા સંબંધિત ઇન્સ્ટિટ્યૂટ/યુનિવર્સિટી તરફથી કન્ફર્મેશન મળ્યા બાદ એડમિશન કન્ફર્મ થાય. ત્યારબાદ, મિશન દ્વારા યોગ્ય વિઝા જારી કરવામાં આવશે અથવા વિદ્યાર્થીઓ “સ્ટડી ઇન ઇન્ડિયા” (SII) પોર્ટલ https://www.studyinindia.gov.in/ પર યુનિક આઈડી મેળવવા અને FRRO સાથે વિઝા મેળવવા અને તેની સાથે નોંધણી સહિતની આગળની પ્રક્રિયાઓ માટે નોંધણી કરાવી શકશે. (એફઆરઆરઓ સાથે વિઝા અને નોંધણીની પ્રક્રિયા SII પોર્ટલ પર કરવાની છે)

આ પણ જુઓ: ‘દક્ષિણ ભારતીયો આફ્રિકન અને ઉત્તર-પૂર્વીય લોકો ચીની જેવા દેખાય છે’, સામ પિત્રોડાએ ફરી આપ્યું વિવાદિત નિવેદન

Back to top button