ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

મહાદેવ બેટિંગ એપ કેસમાં અભિનેતા સાહિલ ખાન પોતાનું નિવેદન આપવા મુંબઈ પોલીસ સમક્ષ થશે હાજર

Text To Speech
  • અભિનેતા સાહિલ ખાનને ગયા વર્ષે મુંબઈ પોલીસે મહાદેવ બેટિંગ એપ કેસમાં મોકલ્યું હતું સમન્સ
  • મુંબઈ પોલીસ સમક્ષ આજે નોંધાવશે પોતાનું નિવેદન

મુંબઈ, 13 એપ્રિલ: મહાદેવ સટ્ટાબાજી એપ કેસ ઘણા સમયથી ચર્ચામાં છે અને આ મામલામાં ઘણા સેલેબ્સના નામ પણ પ્રકાશમાં આવ્યા હતા. આ મામલામાં ફિલ્મ ‘સ્ટાઈલ’માં કામ કરી ચૂકેલા અભિનેતા સાહિલ ખાનનું નામ પણ જોડવામાં આવ્યું હતું, જે બાદ તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. હવે તાજેતરમાં જ આ મામલાને લઈને સમાચાર મળી રહ્યા છે કે આજે સાહિલ ખાન મુંબઈ પોલીસની સામે પોતાનું નિવેદન આપશે.

મુંબઈ પોલીસે ગયા વર્ષે સમન્સ મોકલ્યું હતું

હકીકતમાં, ડિસેમ્બર 2023 માં મુંબઈ સાયબર સેલની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ સાહિલ અને અન્ય ત્રણને સમન્સ જારી કર્યા હતા. તેમને ડિસેમ્બરમાં SIT સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જોકે તે દરમિયાન ત્રણેયમાંથી કોઈ પોલીસ પૂછપરછ માટે આવ્યું ન હતું. પરંતુ હાલમાં જ એવા સમાચાર મળી રહ્યા છે કે આજે અભિનેતા સાહિલ ખાલ પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધવા માટે હાજર થશે.

સાહિલ પર શું છે આરોપ?

અભિનેતા સાહિલ ખાન વિરુદ્ધ ખિલાડી નામની સટ્ટાબાજીની એપ ચલાવવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પહેલા સાહિલ ખાન દુબઈમાં ઓનલાઈન સટ્ટાબાજીની એપની પાર્ટીના વીડિયોમાં જોવા મળ્યો હતો. આ પુરાવાના આધારે સાહિલ ખાન વિરુદ્ધ IPCની કલમ 420,467,468,471,120(B) અને જુગાર ધારા, IT એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. એટલે કે સાહિલ ખાન પર માત્ર પ્રમોશનનો જ આરોપ નથી પરંતુ એપ ઓપરેટ કરીને જંગી નફો કમાવવાનો પણ આરોપ હતો. હવે જોવું એ રહ્યું કે આજે તે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યા બાદ તેની સામે શું કાર્યવાહી થાય છે.

આ પણ વાંચો: મહાદેવ એપ કેસમાં પૂર્વ CM ભૂપેશ બઘેલ સહિત 21 લોકો વિરુદ્ધ FIR દાખલ

સાહિલ ખાન વિશે

સાહિલ ‘સ્ટાઈલ’ અને ‘એક્સક્યુઝ મી’ જેવી ફિલ્મો માટે જાણીતો છે. હાલમાં તે એક્ટિંગથી દૂર છે અને ફિટનેસ ટ્રેનર તરીકે કામ કરી રહી છે. થોડા વર્ષો પહેલા તેણે ડિવાઇન ન્યુટ્રિશન નામની પોતાની કંપનીની સ્થાપના કરી.કંપની ફિટનેસ સપ્લીમેન્ટ્સનું વેચાણ કરે છે.

આ પણ વાંચો: PM મોદી 7 યુવા ઓનલાઈન ગેમર્સને મળ્યા, ગેમરને પૂછ્યું: ભુજમાં આ રોગ ક્યાંથી આવ્યો?

Back to top button