નેશનલસ્પોર્ટસ

IPLના મીડિયા રાઈટ્સની હરાજી કરાશે, BCCIને 35-40 હજાર કરોડની કમાણી થશે!

Text To Speech

IPL 2022 પહેલા BCCIએ સિઝનમાં બે નવી ટીમોનો સમાવેશ કર્યો હતો. જેના કારણે ભારતીય ક્રિકેટ બોર્ડને 12,000 કરોડની કમાણી થઈ હતી. હવે BCCIની નજર IPLના મીડિયા અધિકારો દ્વારા મોટી કમાણી કરવા પર છે. IPLની 16મી સિઝન શરૂ થવામાં હજુ ઘણો સમય બાકી છે. પરંતુ આ ટૂર્નામેન્ટ આવતા વર્ષે કરવામાં આવનાર મોટા ફેરફારોને લઈને પહેલેથી જ ચર્ચામાં છે.

IPL મીડિયા અધિકારો માટે હરાજી ટૂંક સમયમાં થવા જઈ રહી છે. આ હરાજીમાં પાંચ મોટી કંપનીઓ રસ દાખવી રહી છે. આ મીડિયા અધિકારોની હરાજી દ્વારા બોર્ડને મોટો નફો થવાની અપેક્ષા છે. જ્યારે આ હરાજીમાં Sony, Zee, Disney Plus Hotstar, Viacom 18 અને Amazon IPL મીડિયા રાઈટ્સ ખરીદવા માટે લાઈનમાં ઉભા છે. આ પાંચ મલ્ટી મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્રે મોટી કંપનીઓ છે. જેથી હરાજીમાં ખુબ મોટી બોલી લાગવાની સંભાવનાઓ રહેલી છે.

BCCIએ IPL મીડિયા અધિકારોની હરાજી માટેની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. તેની હરાજી કરવાની પ્રક્રિયા 12 જુલાઈથી શરૂ થશે. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ હરાજીના પરિણામ 24 થી 48 કલાકમાં કહી દેવામાં આવશે. સોમવારે આ હરાજી માટે મોક ઓક્શન પણ કરવામાં આવ્યું હતું. જ્યારે 2023 થી 2027 સુધીના સમસગાળા માટે 12 જુલાઈના રોજ અંતિમ હરાજી કરવામાં આવશે. ત્યારે બોર્ડનું એમ પણ કહેવું છે કે, આ વખતે હરાજી નવી રીતે કરવામાં આવશે. આ પહેલા બીસીસીઆઈએ મીડિયા અધિકારો દ્વારા 16,347 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પરંતુ આ વખતે બોર્ડની નવી રીતની હરાજી દ્વારા 35 થી 40 હજાર કરોડ રૂપિયાની કમાણી થઈ શકે છે. જે પહેલાની હરાજી કરતાં બમણી થશે.

Back to top button