ટ્રેન્ડિંગનેશનલમીડિયા

UPની ટોપર પ્રાચીના સમર્થનમાં એક શેંવિગ કંપનીએ આપેલી જાહેરાતથી થયો વિવાદ

  • બોમ્બે શેવિંગ કંપનીએ પ્રાચીના સમર્થનમાં એક ન્યુઝપેપરમાં ફુલપેજની જાહેરાત આપી હતી
  • પ્રાચીના નામનો ઉપયોગ કરીને આપેલી આ જાહેરાતની છેલ્લી લાઈનથી વિવાદ થયો છે
  • બોમ્બે શેવિંગ કંપનીનું અભિયાન બેકફાયર થયું

મુંબઈ, 28 એપ્રિલ: યુપીની ક્લાસ 10ની ટોપર પ્રાચીનિગમ પોતાના પરિણામથી સોશિયલ મીડિયામાં તેને ઘણી બધી શુભેચ્છાઓ મળી હતી પણ આ શુભેચ્છાઓની સાથે પ્રાચી પોતાના ચહેરા પરના વાળના કારણે વધારે ટ્રોલ થઈ હતી.આ મામલે બોમ્બેની એક શેવિંગ કંપનીએ પ્રાચીના સમર્થનમાં એક આખા પેજની જાહેરાત આપી હતી અને પ્રાચીના સમર્થનમાં એક અભિયાન ચલાવવાનું લોકોને અપીલ કરી હતી.આ જાહેરાતમાં ‘બોમ્બે શેવિંગ કંપની’ નામે એક શેવિંગ કંપનીએ ‘નેવર ગેટ બુલિડ કેમ્પેઈન’માં પ્રાચીનો ઉપયોગ કર્યો હતો.

પ્રાચી ચહેરા પરના વાળના કારણે પ્રાચી નિગમ ઓનલાઈન બુલિયિંગનો શિકાર બની હતી. સોશિયલ મીડિયામાં કેટલાક યુઝર્સે આ અંગે તેના સમર્થનમાં પણ રિએક્શનો આપ્યા હતા. જેમાં એક યુઝર્સે કોમેન્ટ્સ કરી હતી કે,  મહિલાઓ પર થોપવામાં આવેલી મનમાની સુંદરતાની ઘણી જ ટીકા કરી હતી.આ જ બાબતમાં બોમ્બે શેવિંગ કંપનીએ એક ન્યુઝપેપરના પહેલા પેજ પર પ્રાચીના સપોર્ટમાં એક જાહેરાત આપી હતી, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. આ પ્રકારની જાહેરાતથી યુઝર્સે કંપનીને પણ ટ્રોલ કરી હતી. કેટલાક યુઝર્સે પ્રાચીને કંપની પર દાવો માંડવાની પણ સલાહ આપી હતી.

જાહેરાત આપીને કંપની પણ ટ્રોલ થઈ

આ જાહેરાતમાં પ્રાચી નિગમના નામનો ઉપયોગ કરીને કંપનીએ એક મેસેજ લખ્યો હતો, પ્રિય પ્રાચી, જે આજે તમારા વાળને ટ્રોલ કરી રહ્યા છે. તે જ કાલે તમારા A.I.R(ઓલ ઈન્ડિયા રેન્ક)ની પણ વખાણ કરશે. જોકે, જાહેરાતની છેલ્લી લાઈનથી ખુબ વિવાદ થયો છે. આ છેલ્લી લાઈન, અમને આશા છે કે તમે પણ ફરીવાર  અમારા રેજરનો ઉપયોગ કરવા માટે હેરાન નહી થાઓ.’ કંપનીની આ કેમ્પેઈન સોસિયલ મીડિયામાં બેકફાયર થયું હતું. આ શેવિંગ કંપનીએ પોતે જ ઓનલાઈન ટ્રોલિંગનો સામનો કરવો પડયો હતો.

કંપનીના CEOએ જાહેરાત ઓનલાઈન શેર કરી

બોમ્બે શેવિંગ કંપનીના CEO શાંતનુ દેશપાંડેએ Linked in પર જાહેરાતનો ફોટો શેર કર્યા પછી તરત જ, ઘણા બધા સોશિયલ મીડિયા યુઝર્સોએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, શું પ્રાચી નિગમ સંમતિ વિના તેના નામનો ઉપયોગ કરવા બદલ તે કંપની પર દાવો કરી શકે છે. આ જાહેરાત પાછળ કંપનીના ઈન્ટેશન ની વાત કરતા દેશપાંડેએ કહ્યું, “એક યુવતી, જેણે પરીક્ષામાં ટોપ કર્યું હતું, તેના ચહેરાના વાળને લઈને આટલી બધી નફરત આશ્ચર્ય પમાડનારી છે.”

યુઝર્સો પણ આક્રમક રિએક્શનો આપ્યા

કંપનીએ પ્રાચીનો ઉપયોગ કરીને આપેલી જાહેરાતથી શેવિંગ કંપની જોરદાર ટ્રોલ થઈ રહી છે. આ અંગે યુઝર્સના અલગ અલગ રિએક્શન સામે આવી રહ્યા છે. જેમાં એક દેશપાંડેની પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કરીને લખ્યું કે, “સ્થાપકોને શું થયું. બોમ્બે શેવિંગ કંપની માટે આ એક લો-ગ્રેડ એડ છે” જ્યારે અન્ય યુઝરે લખ્યું, “‘સંદેશ’ની આડમાં માર્કેટિંગ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રાચી નિગમને તેની સંમતિ વિના તેના નામનો ઉપયોગ કરવા બદલ બોમ્બે શેવિંગ કંપની પર કેસ કરવા કહ્યું. અન્ય એક યુઝરે લખ્યું કે, “સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરતી પ્રાચીને સપોર્ટ કરતી બોમ્બે શેવિંગ કંપનીની ફ્રન્ટ પેજની જાહેરાતનો છેલ્લો ભાગ છે ‘અમે આશા રાખીએ છીએ કે તમે ક્યારેય અમારા રેઝરનો ઉપયોગ કરવાની તસ્દી લેશો નહીં.’ જાહેરાત માટે કંપની કેટલી નીચે જઈ શકે?”

આ પણ વાંચો:  સોશિયલ મીડિયા પર નવો ટ્રેન્ડ: કીબોર્ડના બે અક્ષરો વચ્ચે બની રહ્યા છે મીમ્સ, જાણો શું છે? 

Back to top button