સિડની: બોન્ડી બીચ પર બંદૂકધારીઓએ અચાનક ગોળીબાર કર્યો, 10 ના મોત, અનેક ઘાયલ

સિડની: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રવિવારે પ્રખ્યાત બોન્ડી બીચ પર બે બંદૂકધારીઓએ અચાનક ગોળીબાર કર્યો, જેના કારણે ઘટનાસ્થળે ભયનો માહોલ છવાઈ ગયો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, ભયાનક ચીસો સંભળાતી હતી અને લોકો ગભરાટમાં આમ-તેમ દોડતા હતા. ઘણા પીડિતો ઘાયલ થયાના સમાચાર છે. વીડિયોમાં કેટલાક લોકોને જીવ બચાવવા માટે CPR આપવામાં આવી રહ્યા હોવાનું જોવા મળ્યું છે. ઘટનાસ્થળે અરાજકતા અને ચીસો પડી રહી હતી.
❗️2 GUNMEN spotted as shots echo across Bondi Beach right now
Hysterical screams from onlookers
Reports of ‘multiple victims’ https://t.co/aOvPWkB0Wr pic.twitter.com/1TtpEWpJ7n
— RT (@RT_com) December 14, 2025
ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે કહ્યું કે હાલ ઘટનાની તપાસ ચાલી રહી છે અને લોકોને સલામત રહેવા માટે આ વિસ્તારમાંથી દૂર રહેવાની વિનંતી કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે બે લોકોની અટકાયત કરવામાં આવી છે, પરંતુ કાર્યવાહી હજુ ચાલુ છે. પ્રત્યક્ષદર્શીઓ અને સોશિયલ મીડિયા પર મળેલા વીડિયોમાં કાળા કપડા પહેરેલા બે બંદૂકધારીઓ એક પુલ પર દેખાયા અને અનેક રાઉન્ડ ગોળીબાર કર્યા. ઓછામાં ઓછા 50 રાઉન્ડ ગોળીબારના અવાજ લોકોને સાંભળાયા અને બીચ પર ભયના માહોલ સર્જાયો. કેટલીક અહેવાલોમાં જણાવાયું છે કે આ હુમલો હનુક્કાહ તહેવાર દરમિયાન બોન્ડીના ચાબાડ દ્વારા આયોજિત “ચાનુક્કાહ બાય ધ સી” કાર્યક્રમ દરમિયાન થયો.
MASS Shooting at Hanukkah party at Australia’s Bondi Beach
2,000 members of the Jewish community gathered to light candles — intruders came with GUNS
Several injured, fatalities unknown https://t.co/2R1VzdkFSx pic.twitter.com/ybIJv7o8JO
— RT (@RT_com) December 14, 2025
3 લોકોના મોત અને 10 ઘાયલ
એમ્બ્યુલન્સ સેવાઓએ ઓછામાં ઓછા 10 લોકોના મોત થયાના અહેવાલ આપ્યા છે. જોકે, હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પોલીસે અફવાઓ ફેલાવવા સામે ચેતવણી આપી છે અને કહ્યું છે કે બીજે ક્યાંય કોઈ ઘટના બની નથી. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીસના કાર્યાલયએ જણાવ્યું કે તેઓ પરિસ્થિતિથી વાકેફ છે અને લોકોએ પોલીસની સૂચનાઓનું પાલન કરવું જોઈએ. ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ક્રિસ મિન્સે આ ઘટના “ગંભીર રીતે ખલેલ પહોંચાડનારી” ગણાવી છે. પોલીસ તપાસ ચાલુ રાખી છે અને વધુ માહિતી મળતાં અપડેટ આપવામાં આવશે.
આ પણ વાંચો: શું ભારતમાં પણ લાગુ થશે 4 દિવસ કામ અને 3 દિવસ રજાની સિસ્ટમ? જાણો સરકારે શું કહ્યું












