પતંગની દોરીથી 8 વર્ષના બાળકનું ગળું કપાયું, એકના એક દીકરાનું મોત થયું

સુરત, 16 જાન્યુઆરી 2026: ઉત્તરાયણ નિમિત્તે દોરીથી કપાવાના અનેક કિસ્સા સામે આવે છે. ત્યારે હવે સુરતમાંથી એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પતંગની દોરી જીવલેણ સાબિત થઈ છે.
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પતંગની દોરીએ એક 8 વર્ષના બાળકોનું ગળું ચીરી નાખ્યું હતું. જે બાદ તેનું મોત થઈ ગયું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી આનંદ વિલા સોસાયટીમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના વતની અમોલભાઈ બોરસેનો 8 વર્ષનો દીકરો રેહાન આ અકસ્માતને ભોગ બન્યો છે. રેહાન તેમના પરિવારનો એકનો એક દીકરો હતો અને તે ધોરણ 3માં ભણતો હતો. તેના પિતા હજીરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તહેવારનો માહોલ આ પરિવાર માટે માતમ બની ગયો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ઉત્તરાયણ પર દારુ પાર્ટી પર પોલીસના દરોડા, 4 યુવતી સહિત 16 જણા પીધેલી હાલતમાં જોવા મળ્યા












