ટ્રેન્ડિંગધર્મ

સૂર્યનું સ્વરાશિમાં ગોચર, ગ્રહોના રાજા ચમકાવશે ચાર રાશિની કિસ્મત

Text To Speech
  • સૂર્યનું સ્વરાશિમાં ગોચર સાહસ, આત્મવિશ્વાસ, ક્ષમતા અને ભૌતિક સુવિધાઓમાં વૃદ્ધિ લાવશે. જાણો સૂર્યનો સિંહ રાશિમાં પ્રવેશ કઈ રાશિની કિસ્મત ચમકાવશે?

લગભગ એકાદ વર્ષ બાદ ફરી વખત ગ્રહોના રાજા સૂર્ય 16 ઓગસ્ટ 2024ના રોજ સ્વરાશિ સિંહમાં ગોચર કરશે. સૂર્ય કોઈ પણ રાશિમાં લગભગ એક મહિનો રહે છે અને પછી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. આ પ્રકારે સિંહ રાશિમાં સૂર્ય 17 સપ્ટેમ્બર સુધી રહેશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સિંહ રાશિના સ્વામી સૂર્ય છે. સ્વરાશિમાં ગોચર સાહસ, આત્મવિશ્વાસ, ક્ષમતા અને ભૌતિક સુવિધાઓમાં વૃદ્ધિ લાવશે. જાણો સૂર્યનો સિંહ રાશિમાં પ્રવેશ કઈ રાશિની કિસ્મત ચમકાવશે?

સૂર્યનું સ્વરાશિમાં ગોચર, ગ્રહોના રાજા ચમકાવશે ચાર રાશિની કિસ્મત hum dekhenge news

મેષ રાશિ

સૂર્યનું સ્વરાશિ સિંહમાં ગોચર તમને કરિયરમાં ઉન્નતિ, આર્થિક સ્થિરતા અને શાંત સ્વભાવના આશીર્વાદ આપશે. વ્યવસાયમાં જો તમે સરકાર સાથે કામ કરી રહ્યા હશો તો આ ગોચર તમારા માટે ફાયદાકારક રહેશે. તેના કારણે તમને વિસ્તાર અને પ્રગતિના અવસર મળશે. કેટલાક લોકોને સ્થિર આવકના પ્રવાહ અને સમૃદ્ધિથી લાભ થશે. આ ગોચર અનુકૂળ છે, પરંતુ નાની નાની વાતોમાં આવેશમાં આવવાથી બચો અને શાંત રહો.

કર્ક રાશિ

સૂર્યનું પોતાની જ રાશિ સિંહમાં ગોચર તમને નાણાકીય સ્થિરતા સાથે વ્યવસાયિક મોરચે પોઝિટિવ પરિણામ આપશે, પરંતુ તમારા સ્પષ્ટ બોલવાના કારણે પારિવારિક સંબંધોમાં ટકરાવ આવી શકે છે. તમને કામના મોરચે સારો ધનલાભ થશે. ટીમ વર્ક માટે તમારા સહયોગીઓનું સમર્થન પ્રાપ્ત કરવામાં સક્ષમ રહી શકશો. તમારા પ્રયાસોની પ્રશંસા થશે.

તુલા રાશિ

સૂર્યનું સિંહ રાશિમાં ગોચર તમને વ્યવસાયિક કામમાં સારું ફળ આપશે. આ ગોચર તમારી રાશિને અનુકુળ છે. તમને ભાઈ-બહેનનો સાથ મળશે. તમને કરિયર અને વ્યવસાયમાં તમામ પ્રયાસો માટે આર્થિક પુરસ્કાર પણ મળી શકે છે.

મીન રાશિ

સૂર્યનું સિંહ રાશિમાં ગોચર તમારા નોકરી-ધંધા માટે સમૃદ્ધ રહેશે, નોકરિયાત અને ધંધાદારી બંનેની કરિયરમાં લાભ થશે. આ ગોચર તમારા સંબંધોમાં પડકાર લાવી શકે છે. તમારા આરોગ્યનું ધ્યાન રાખો.

આ પણ વાંચોઃ જુલાઈમાં ગુરુ-મંગળ કરશે મોટી હલચલ, 45 દિવસ આ ત્રણ રાશિઓને થશે લાભ 

Back to top button