
Stock Market Opening Bell: ભારતીય શેરબજારમાં આજે ( 18 માર્ચ 2026) રોકાણકારો માટે રાહત આપતા સમાચાર સામે આવી રહ્યા છે. આજે શરૂઆતના ટ્રેડિંગમાંમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો જોવા મળ્યો હતો. આજના ટ્રેડિંગ સત્રની શરૂઆતમાં, સેન્સેક્સ આશરે 518.84 પોઈન્ટ વધીને 76,589.68 પર પહોંચ્યો, જ્યારે નિફ્ટી પણ 157.75 પોઈન્ટ વધીને 23,738.90 પર પહોંચ્યો હતો. પાછલા બે ટ્રેડિંગ સત્રોના વધારાને ચાલુ રાખતા, ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો અને વૈશ્વિક બજારોમાં મજબૂત વલણ વચ્ચે તેજી આવી. IT શેરોમાં મજબૂત તેજીએ પણ સ્થાનિક બજારમાં આ સકારાત્મક વલણને વેગ આપ્યો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સેન્સેક્સની 30 કંપનીઓની સ્થિતિ
આજે માર્કેટમાં ઉછાળો જોવ મળતા સેન્સેક્સની 30 કંપનીઓની જો વાત કરવામાં આવે તો, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ઇન્ટરગ્લોબ એવિએશન, ટ્રેન્ટ, HCL ટેક, ઇન્ફોસિસ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટોપ ગેઇનર્સમાં હતા. HDFC બેંક, ICICI બેંક, ટાટા સ્ટીલ અને કોટક મહિન્દ્રા બેંક પાછળ રહ્યા હતા. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 1.46 ટકા ઘટીને 101.9 અમેરિકન ડૉલર પ્રતિ બેરલ થયું હતું.
એશિયન બજારનો હાલ
એશિયન બજારોમાં, દક્ષિણ કોરિયાનો બેન્ચમાર્ક કોસ્પી લગભગ 4 ટકા વધ્યો, જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 2 ટકાથી વધુ વધ્યો, જ્યારે શાંઘાઈનો SSE કમ્પોઝિટ ઇન્ડેક્સ અને હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ નજીવો નીચા સ્તર પર ટ્રેડિંગ કરી રહ્યો હતો. મંગળવારે યુએસ બજાર પણ ઉછાળા સાથે બંધ થઈ હતી. એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ મંગળવારે રુપિયા 4,741.22 કરોડના શેર વેચ્યા. જોકે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)એ રુપિયા 5,225.32 કરોડના શેર ખરીદ્યા હતા. ગઈકાલે (17 માર્ચે 2026) સતત બીજા સત્રમાં શેરબજાર વધારા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 567.99 પોઈન્ટ અથવા 0.75% વધીને 76,070.84 પર બંધ થયો. નિફ્ટી 172.35 પોઈન્ટ અથવા 0.74% વધીને 23,581.15 પર બંધ થયો હતો.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામા બોમ્બની ધમકી: તાત્કાલિક ગૃહ ખાલી કરાવાયું, આજનું સત્ર નહીં યોજાય












