ગ્રીન ઝોનમાં ખુલ્યા બાદ શેરબજાર ગગડ્યું: જાણો સેન્સેક્સ નિફ્ટીની હાલત

નવી દિલ્હી, 6 મે: 2025, ભારતીય શેરબજારમાં ભારે ઉતાર ચઢાવ નોંધાઈ રહ્યો છે. કારોબારી સપ્તાહના બીજા દિવસે આજે 6 મે, મંગળવારના રોજ ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક વધારા સાથે ખુલ્યા બાદ શેરબજાર રેડ ઝોનમાં ગગડ્યું છે. Stock market plunges after opening in green zone સવારે 10:48 વાગ્યા સુધીમાં, BSE સેન્સેક્સ 213.43 પોઈન્ટ ઘટીને 80,583.41 પર હતો, જ્યારે NSE નિફ્ટી50 72.40 પોઈન્ટ ઘટીને 24,388.75 પર હતો. વ્યાપક સૂચકાંકોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો, જેમાં નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો લગભગ 1% ઘટ્યા છે.
BSE Sensex 111 પોઈન્ટના વધારા સાથે સપાટ ખુલ્યો છે. જ્યારે NSE Nifty 39 પોઈન્ટના વધારા સાથે સપાટ ખુલ્યો છે. જોકે, શરુઆતી કારોબાર બાદથી બજાર ગગડ્યું અને મુખ્ય સૂચકાંક લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. ઓટો, ટેલિકોમ સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. નિફ્ટીમાં M&M, હીરો મોટોકોર્પ, ભારતી એરટેલ, આઇશર મોટર્સ, બજાજ ઓટો ટોચના લાભકર્તાઓમાં સામેલ છે, જ્યારે સિપ્લા, અદાણી એન્ટરપ્રાઇઝ, જિયો ફાઇનાન્શિયલ, શ્રીરામ ફાઇનાન્સ, અદાણી પોર્ટ્સ ઘટ્યા છે. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો દરેકમાં 0.5 ટકા ઘટ્યા છે.
આજે શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં એમ એન્ડ એમ (3.10), ભારતી એરટેલ (1.75), નેસ્લે (1.39), એચયુએલ (0.88) અને ટાટા સ્ટીલના (0.63) સ્ટોક ટોપ ગેઈનરમાં સામેલ હતા. જ્યારે બજાજ ફાઇનાન્સ (-1.83), એટર્નલ (-1.71), એસબીઆઈ (-1.58), ઇન્ડસઇન્ડ બેંક (-1.57) અને અદાણી પોર્ટ્સ (-1.47) ના સ્ટોક ટોપ લૂઝરમાં સામેલ હતા.
આ પણ વાંચો..હિન્દુઓને પૂજા કરતા રોકવા માટે કટ્ટરપંથીઓએ કર્યું મહાપાપ, 200 વર્ષ જૂના વડના વૃક્ષને કાપ્યું












