ટ્રેન્ડિંગનેશનલમીડિયાવર્લ્ડ

‘મરાઠી બોલો, તભી પૈસે દેંગે’, મુંબઈમાં ડોમિનોઝ પિઝા ડિલિવરી બોય સાથે કપલનો ઝઘડો

મુંબઈ, 13 મે 2025 : મુંબઈમાં ફરી એકવાર હિન્દી-મરાઠી ભાષાનો વિવાદ જોવા મળી રહ્યો છે. સોમવારે રાત્રે (૧૨ મે) ભાંડુપ વિસ્તારમાં સાંઈ રાધે નામની ઇમારતમાં સ્થિત ડોમિનોઝ પિઝાના એક ગ્રાહકે રોહિતને મરાઠી ન આવડતી હોવાથી પિઝા માટે પૈસા ચૂકવવાનો ઇનકાર કર્યો. ગ્રાહકે કહ્યું કે જો તમારે પૈસા જોઈતા હોય તો તમારે મરાઠી બોલવી પડશે.

ડિલિવરી બોયે આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધી છે. વીડિયોમાં, ગ્રાહક કહેતો જોવા મળે છે કે તેણે ફક્ત મરાઠીમાં જ વાત કરવી પડશે, ત્યારબાદ ડિલિવરી બોયને પૈસા લીધા વિના પાછા ફરવું પડ્યું. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મજાની વાત એ છે કે  બંનેએ પીત્ઝા પણ પાછો આપ્યો ન હતો, તેમણે તેને પોતાની પાસે રાખ્યો હતો.

આ પણ વાંચો: દેશમાં રાજ્યોના દેવામાં સતત વધારો, જાણો કોણે લીધી સૌથી વધુ લોન

Back to top button